________________
સંવત ૨૦૫૮ આસો વદ - ૪ શુક્રવારતા. ૨૫-૧૦-૦૨
આપણું યુદ્ધ મોહનીયકર્મ સામે છે. તેમાંય કષાયોને ખતમ કરવા વધુ જરૂરી છે. કષ એટલે સંસાર. આય એટલે આવક, લાભ. જેનાથી સંસારનો લાભ થાય, સંસાર વધે તેને કષાય કહેવાય. આપણે તો મોક્ષે જવું છે, સંસાર ઘટાડવો છે, ખતમ કરવો છે, તો તે માટે કષાયોથી દૂર રહેવાનું છે.
તત્ત્વજ્ઞાન માત્ર સાંભળવાનું નથી, યાદ રાખવાનું નથી. પણ તેની ઉપર ચિંતન પણ કરવાનું છે. શકયતઃ અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરવાનો છે.
જાણ્યું કે એક વર્ષ સુધી કષાય રહે તો તે અનંતાનુબંધી ગણાય. તેની ઉપર ચિંતન કરો તો સવાલ થાય કે બાહુબલીજીને ૧ વર્ષ સુધી અભિમાન રહ્યું તો તેમનો તે કષાય જો અનંતાનુબંધી હોય તો તેમને સમકિત પણ ન રહે તો સંયમ કે કેવળજ્ઞાન કેવી રીતે? વિષ્ણુકુમાર મુનિએ નમુચિમંત્રીને મારી નાંખવા સુધીનો ક્રોધ કરેલો, તો તેમનું સંયમ ટસ્કે કે નહિ? તે કયો કષાય કહેવાય !
આ બધાના જવાબ મેળવવા ૧૬ કષાયોના ૬૪ પેટાભેદો વિચારવા. અનંતાનુબંધી કષાય પણ અતિતીવ્ર-તીવ્ર-મંદમંદતર એમ ચાર પ્રકારના સમજવા. તે જ રીતે અપ્રત્યાખ્યાનીય,પ્રત્યાખ્યાનીય, સંજવલન કષાયો પણ આ રીતે ચાર-ચાર પ્રકારના જાણવા. આ રીતે ક્રોધ-માન-માયા-લોભ સોળ-સોળ પ્રકારના ગણતાં ચોસઠ કષાયો સમજવા. | બાહુબલીજીને સંજવલનના ઘરનો અતિતીવ્ર અનંતાનુબંધી કષાય હતો. ઘર સંજવલનનું હતું. માટે તેઓ છઠ્ઠા ગુણઠાણે રહ્યા, પણ પહેલે ગુણઠાણે ન ગયા. દેખાવમાં અનંતાનુબંધી જણાતો હતો પણ મૂળમાં તે અનંતાનુબંધી નહિ પણ સંજવલન હતો. માટે બ્રાહ્મી-સુંદરીએ સમજાવતાં માની ગયા. વંદન કરવા પગ ઉપાડ્યો અને કેવળજ્ઞાન પામ્યા. બિલાડી પોતાના બચ્ચાને મોઢામાં લઇને જતી હોય, ત્યારે દેખાવમાં ક્રૂરતા જણાતી હોય તો પણ તેમાં ક્રૂરતા ન હોય.
વિષ્ણુકુમાર મુનિના દેખાતા તીવ્ર ક્રોધમાં પણ તેવું સમજવું. તે પણ સંજવલનના ઘરનો અનંતાનુબંધી હતો, તેથી માત્ર ઇરિયાવહી પ્રતિક્રમણના પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ મળી ગઇ. 0 પહેલા કર્મગ્રંથમાં જણાવ્યું છે કે અનંતાનુબંધીના ઉદયે નરકાયુષ્ય બંધાય. અપ્રત્યાખ્યાનીયના ઉદયે તિર્યંચાયુ, પ્રત્યાખ્યાનીયના ઉદયે મનુષ્ય આયુ અને સંજવલનના ઉદયે દેવનું આયુષ્ય બંધાય. ઈ| દેવો અને નારકોને તો સદા અપ્રત્યાખ્યાનીચ કષાયોનો જ નિકાચિત ઉદય હોય; તો પછી તેમને સદા તિર્યંચ આયુષ્ય જ બંધાવું જોઇએ ને? પણ
તત્વઝરણું
a ૧૯૫