________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૯ શુક્રવાર. તા. ૧૬-૮-૦૨
મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ અને સંસાર પ્રત્યેનો તીવ્ર રાગ અચરમાવર્તકાળમાં રહેલા આત્માને જણાવે છે; પણ વિકાસયાત્રામાં આગળ વધતાં વધતાં જ્યારે આત્માને મોક્ષ પણ ગમે-સંસાર પણ ગમે, ધર્મ પણ ગમે ને પાપ પણ ગમે, ઘરવાળી પણ ગમે ને ગુરુ મહારાજ પણ ગમે, ધન પણ ગમે ને નવકાર પણ ગમે, હોટલ પણ ગમે ને આયંબીલનું ભોજન પણ ગમે ત્યારે તેનો ચરમાવર્તકાળમાં પ્રવેશ થઇ ગયો હશે, તેવું અનુમાન કરી શકાય. (આ પણ બાળજીવોને સમજાવવા માટે જાડી ભાષામાં રજૂ કરેલું લક્ષણ છે.)
ચરમાવર્તકાળમાં પ્રવેશ થવાથી મોક્ષ પ્રત્યેનો તીવ્ર દ્વેષ દૂર થઇ ગયો છે. હવે તેને મોક્ષ અને મોક્ષ સંબંધિત પદાર્થો અંદરથી ગમવા લાગ્યા છે. પૂર્વે પણ આ આત્મા ધર્મારાધના કરતો હતો, પણ અંદરથી નહિ. તેના આત્માનો ઝોક વિપરીત હતો. હવે તો આત્માનો ઝોક પલટાઇ ગયો છે.
ચરમાવર્તકાળમાં પ્રવેશ્યા પછી પણ કયારેક સંસાર વધારે ગમે ને મોક્ષ ઓછો ગમે તેવું બને તો કયારેક મોક્ષ વધારે ગમે ને સંસાર ઓછો ગમે તેવું પણ બને. પરંતુ મોક્ષ અને મોક્ષ સંબંધિત પદાર્થો ન જ ગમે તેવું ન બને.
ચરમાવર્તકાળમાં પ્રવેશ થયા પહેલાં આત્મામાં ધર્મ સાચા અર્થમાં પરિણામ પામે નહિ. ચરમાવર્તમાં પ્રવેશ થાય એટલે ધર્મની શરુઆત થાય, અહીં ધર્મ એટલે જૈનધર્મ નહિ સમજવો. અન્ય ધર્મીઓનો પણ ચરમાવર્તમાં પ્રવેશ થઇ શકે. તે વખતે નામથી ભલે તે રાગી દેવને ભગવાન માનતો હોય પણ અંદરથી તો તે ભગવાન તરીકે વીતરાગને જ માનતો હોય. સ્વર્ગ શબ્દથી મોક્ષને માનતો
હોય.
Hans is ને મળતા સિ મ સ અમ
અજૈનો તેમની કક્ષામાં રહીને ‘ૐ નમઃ શિવાય' નો કે અન્ય જાપ જપતાં હોય તો તેમને ધિક્કારશો નહિ. તેની કક્ષા પ્રમાણે તેમને તે ઉચિત છે. તે જાપ તેમને ટોળામાંથી લાઇનમાં લાવવાનું કામ કરશે એટલે કે જૈનશાસન સુધી પહોંચાડશે. જૈનશાસન તેમને ઠેઠ મોક્ષે પહોંચાડશે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે‘તત્તત્તન્ત્રોતમખિલ મિથ્યાર્દશામપિ, અપેક્ષાભેદતો ન્યાય્ય, પરમાનન્દકારણમ્' મિથ્યાત્વીઓના તે તે શાસ્ત્રમાં કહેલું બધું જ અપેક્ષાના ભેદથી મોક્ષના કારણ તરીકે ઉચિત છે.’'
આત્માને અવ્યવહારરાશીમાંથી બહાર કાઢવામાં મુખ્ય કારણ નિયતિ છે. આત્મા ભવ્ય છે કે અભવ્ય, તેમાં મુખ્ય કારણ સ્વભાવ છે. અચરમાવર્તકાળમાંથી ભવ્યઆત્માઓનો ચરમાવર્તકાળમાં પ્રવેશ કરાવવામાં મુખ્ય કારણ કાળ
તત્વઝરણું
૨૫૬