________________
અપાય નહિ તે ભગવાન પોતે બ્રાહ્મણને વસ્ત્ર આપીને પોતે બનાવનારા કાયદાનો પોતે ભંગ કરે ખરા? પણ લાગે છે કે, ભગવાનની કરુણા એટલી બધી છલકાઇ ગઇ કે ભગવાને બ્રાહ્મણને વસ્ત્ર આપ્યું એમ નહિ પણ ભગવાનથી વસ્ત્ર અપાઇ ગયું!
ભગવાને ચંડકોશિયાને પણ બુઝ બુઝ કહ્યું. સંગમને એકપણ શબ્દ ન કહો. કોઇ ઉપદેશ ન આપ્યો; કારણકે તે અભવ્ય હતો. તેને ઉપદેશ આપવાનો કોઇ અર્થ નહોતો. છતાં ય ઉભરાતી કરુણાએ ભગવાનની આંખમાં આંસુ લાવી દીધા. આવા મહાન કરુણાસાગર પરમાત્માના ચરણોમાં અનંતશઃ
વંદના.
તમામ આત્માઓ સૌ પ્રથમ અવ્યવહારરાશીની નિગોદમાં હતા. જાતિભવ્ય આત્માઓ તો કદી ય તેમાંથી બહાર ન નીકળે. ભવ્ય અને અભવ્ય આત્માઓ તેમાંથી બહાર તો નીકળે પણ તેમની વિકાસયાત્રાના માર્ગ જુદા જુદા હોય. અભવ્ય આત્મા બંગડી જેવા ગોળ રાઉન્ડમાં ફર્યા કરે. ગોળ-ગોળ સતત ફરવાનું ચાલુ પણ તેનો અંત કદી ન આવે. તે મોક્ષે કદી ન જાય. ગતિ ઘણી કરે પણ પ્રગતિ ન કરે. અભવ્ય આત્માનો અનાદિકાળથી ચાલતો સંસાર અનંતકાળ સુધી ચાલ્યા કરે.
ભવ્યની વિકાસ યાત્રાના કુંડાળા ધીમે ધીમે મોટા મોટા થતાં જાય. છેલ્લે તે ઠેઠ મોક્ષ સુધી પહોંચે. નિગોદમાંથી નીકળેલો આત્મા વનસ્પતિ-વાયુઅનિ-પાણી-પૃથ્વી વગેરેના ભવો કરતાં કરતાં સહન કરી-કરીને આગળનો વિકાસ સાધતો જાય.
ભૌતિક વિકાસ માટે પુણ્ય તો જોઇએ જ. ધર્મ વિના પુણ્ય પેદા ન થાય. જ્યાં કાંઇકને કાંઇક સહન કરવાનું હોય તે ધર્મ. બેઠાં બેઠાં ખમાસમણ દેવાના બદલે ઊભા ઊભા દીધા, થોડું કષ્ટ વધારે સહન કર્યું તે ધર્મ. એકેન્દ્રિયપણામાં પરાણે-અજ્ઞાનતાથી પણ સહન કરવા રુપ ધર્મ કરવાથી આત્માનો વિકાસ વધતો ગયો આત્મા બેઇન્દ્રિય-તેઇન્દ્રિય-ચઉરિન્દ્રિયપંચેન્દ્રિય તિર્યચ-માનવ-દેવ વગેરે સુધી વિકાસ પામતો ગયો.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
e
r bo do
તત્વઝરણું