________________
સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૮ ગુરુવાર. તા. ૧૫-૮-૦૨
T
ઇન્દ્ર એટલે આત્મા. આત્માના ચિહ્નને ઇન્દ્રિય કહેવાય. મડદાના આંખકાન-નાક-જીભ જોવા વગેરે કાર્યો ન કરે કારણકે અંદર આત્મા નથી. પોતપોતાનું કાર્ય કરતી આંખ વગેરે ઇન્દ્રિયો અંદર રહેલા આત્માને જણાવે છે; માટે તેને આત્માની ઓળખ કરાવતું ચિહ્ન કહેવાય.
આ ઇન્દ્રિયો પાંચ છે. (૧) કોમળ,ખરબચડો, ચીકણો,લુકો,ઠંડો,ગરમ, ભારે,હલકો,એમ આઠ પ્રકારના સ્પર્શનો અનુભવ કરાવે તે સ્પર્શનેન્દ્રિય. (૨)ખાટો-તીખો-તુરો-કડવો-મીઠો, એ પાંચ રસનો અનુભવ કરાવે તે રસનેન્દ્રિય જીભ (૩)સુગંધ-દુર્ગંધ,આ બે ગંધનો અનુભવ કરાવે તે ઘ્રાણેન્દ્રિય = નાક, (૪)લાલ-લીલો-પીળો-કાળો-સફેદ, એ પાંચ વર્ણનો અનુભવ કરાવે તે ચક્ષુરિન્દ્રિય = આંખ અને (૫)સચિત્ત, અચિત્ત તથા મિશ્ર, એ ત્રણ શબ્દનો અનુભવ કરાવે તે શ્રોત્રેન્દ્રિય કાન. આમ પાંચ ઇન્દ્રિયોના ૮+૫+૨+૫+૩=૨૩ વિષયો થયા.
=
આ ૨૩ વિષયો સારા મળે, મનગમતા મળે તો રાગ ન કરવો. ખરાબ, અણગમતા મળે તો દ્વેષ ન કરવો, તેનું નામ સાધના. માનવજીવન પામીને આપણે આ સાધના કરવાની છે. પાંચે ઇન્દ્રિયોના કોઇપણ વિષયમાં રાગ-દ્વેષ ન થઇ જાય તેની પળે પળે સાવધાની રાખવાની છે. ઇન્દ્રિયો મળી છે, એટલે તેનો બેફામ ઉપયોગ નહિ કરવાનો, પણ તેને સંયમિત બનાવીને આરાધનાસાધનામાં જોડવી.
509
આપણા મોઢામાં નીચેથી ઉપર પાંચે ઇન્દ્રિયો વિચારવી. (૧) સ્પર્શ-હોઠ (૨) જીભ (૩) નાક (૪) આંખ અને (૫) કાન. જેને ઉપર ઉપરની ઇન્દ્રિયો હોય તેને તેની નીચેની બધી ઇન્દ્રિયો હોય જ, પણ તેની ઉપરની ઇન્દ્રિય હોય કે ન પણ હોય. દા.ત. જેને નાક હોય તેને રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિય હોય જ, તેને આંખ કે કાન હોય કે ન પણ હોય. જો તે ચઉરિન્દ્રિય હોય તો તેને આંખ હોય, પણ કાન ન હોય. જો તે પંચેન્દ્રિય હોય તો તેને આંખ અને કાન પણ હોય, પણ જો તે તેઇન્દ્રિય હોય તો તેને આંખ-કાન ન હોય.
અવ્યવહાર રાશીમાંથી નીકળીને આત્મા હવે વ્યવહાર રાશીમાં આવ્યો ગણાય; કારણકે તેનો પૃથ્વી-પાણી-બેઇન્દ્રિય વગેરે રુપે વ્યવહાર શરુ થયો છે; પણ એકવાર જે આત્મા વ્યવહારરાશીમાં આવે તે પછી કયારેય પાછો અવ્યવહારરાશીમાં ન જાય. અવ્યવહારરાશીમાં પાછા જવાના દરવાજા તેના માટે બંધ થઇ જાય. આપણે વ્યવહારરાશીમાં આવી ગયા, માટે પાછા અવ્યવહારરાશી
તત્વઝરણું
9 ૫૩