________________
માં જવાના દરવાજા તો બંધ થઇ ગયા, પણ હજુ આપણે બીજા ઘણા દરવાજા બંધ કરવાના બાકી છે, તે માટે પરમાત્માના પાંચે કલ્યાણકોની આરાધના કરવી જોઇએ. તે પરમાત્મા ગર્ભમાં આવ્યા, ચ્યવન કલ્યાણક થયું એટલે હવે પછી મોક્ષ સિવાયની તમામ ગતિમાં જવાના દરવાજા તેમણે પોતાના માટે બંધ કર્યા. ભગવાનનું જન્મ કલ્યાણક એટલે ગર્ભવાસના દરવાજા કાયમ માટે બંધ. ભગવાનનું દીક્ષા-કલ્યાણક એટલે ગૃહસ્થાવાસના દરવાજા કાયમ માટે બંધ. ભગવાનનું કેવળજ્ઞાન કલ્યાણક એટલે છદ્મસ્થાવસ્થાના દરવાજા કાયમ માટે બંધ અને ભગવાનનું મોક્ષ કલ્યાણક એટલે સંસારવાસના દરવાજા કાયમ માટે બંધ.
જો આપણે પણ આ બધા દરવાજા બંધ કરવા હોય તો આ પાંચે કલ્યાણકોની ભાવ-વિભોર બનીને આરાધના કરવી જોઇએ. મહાવીરપ્રભુનું મોક્ષ કલ્યાણક દિવાળી દિને છે. તેની આરાધના મીઠાઇ ખાઇને કે ફટાકડા ફોડીને નહિ પણ છ8, પૌષધ, જાપ, દેવવંદન,પ્રવચન શ્રવણ વગેરે કરીને કરવી.
| ભવ્ય અને અભવ્ય; બંને પ્રકારના આત્માઓ અવ્યવહાર રાશીમાંથી નીકળ્યા પછી એકેન્દ્રિયથી પંચેન્દ્રિય અને નરકથી દેવગતિ સુધીના ભવોમાં ઉત્થાન અને પતન પામતાં સંસારચક્રમાં ભમ્યા કરે છે. આવા અનેક ભવોના પરિભ્રમણ બાદ જયારે મોક્ષે જતાં પહેલાં એક જ કુંડાળું ફરવાનું બાકી હોય ત્યારે તે આત્મા શરમાવર્તકાળમાં પ્રવેશ્યો કહેવાય. - ચરમ = છેલું. આવર્ત = કુંડાળું. ચરમાવર્તકાળ એટલે છેલા કુંડાળાનો કાળ. મોક્ષે જવાનો એક કુંડાળા જેટલો કાળ બાકી રહે ત્યારે ભવ્ય આત્મા ચરમાવર્તી કહેવાય. એક કુંડાળા કરતાં વધારે કાળ ભમવાનો જેમને બાકી હોય તે બધા આત્માઓ ચરમાવર્તી ન કહેવાય પણ અચરમાવર્તી કહેવાય.
- અવ્યવહારરાશીની નિગોદમાં રહેલા આત્માઓ અચરમાવર્તી કહેવાય. જાતિભવ્ય જીવો કયારેય અવ્યવહારરાશીમાંથી બહાર નીકળવાના નથી માટે તેમનો ચરમાવર્તમાં કયારે ય પ્રવેશ નહિ થાય માટે તેઓ સદા અચરમાવર્તી રહેશે. અભવ્ય આત્માઓ બહાર નીકળતાં હોવા છતાંય કયારે પણ મોક્ષે તો જશે જ નહિ. તેથી તેમને છેલ્લું કુંડાળું કયારે ય આવશે નહિ. માટે તેઓ પણ સદા અચરમાવર્તી રહેશે. મોક્ષે જનારા ભવ્ય જીવો છેલ્લા કુંડાળામાં જ્યારે પ્રવેશ પામશે. ત્યારે તેઓ ચરમાવર્તી કહેવાશે. તે પહેલાં તેઓ પણ અચરમાવર્તી કહેવાય.
એક કુંડાળું એટલે એક પુદ્ગલ પરાવર્તકાળ. તેમાં પણ અનંતાભવો પસાર થાય. અનંતકાળ પસાર થાય. આપણા આત્માએ અત્યાર સુધીમાં આવા અનંતા
તત્વઝરણું
પ૪