________________
- સાધુ કાળધર્મ પામીને સામાન્ય રીતે વૈમાનિકદેવમાં જાય. હકીકતમાં સમકિતની હાજરીમાં વૈમાનિક દેવનું આયુષ્ય બંધાય. દેવલોકમાં પરીક્ષા છે. આખું વર્ષ ભણ્યા પછી જેમ તેની પરીક્ષા આપવી પડે, તેમ અહીં સાધુ- સાધ્વી, શ્રાવક-શ્રાવિકા, તરીકે કેવી સાધના કરી છે? તે દેવલોકમાં ગયા પછી ખબર પડે ત્યાં દેવીઓ, અપ્સરાઓની હાજરીમાં કેવું બહાચર્ય પાળો છો? આભૂષણોના ઢગલા વચ્ચે કેવી અનાસક્તિ દાખવો છો? તે ત્યાં ખબર પડે ! | દેવલોકનો ભવ તો વિસામા જેવો છે. મુંબઇથી ભાવનગર જતાં અમદાવાદ રાત રોકાયા. અમદાવાદનું આ રોકાણ મુસાફરીનો એક ભાગ છે. ભાવનગર તરફ આગળ વધવા માટેનો આ એક મુકામ છે. તેમ મોક્ષ તરફની આપણી યાત્રામાં વચ્ચે દેવલોકનો ભવ વિસામો છે. ત્યાં અનાસક્િતનું જીવન જીવીને, માનવ બનીને, દીક્ષા લઇને મોક્ષે જવાનું.
આવતો ભવ સુંદર જોઇતો હોય તો મરતી વખતે સમાધિ જોઇએ. જેવો ભાવ તેવો ભવ, જેવી મતિ તેવી ગતિ, જેનું મોત બગડે તેનો નવો ભવ બગડ્યા વિના ન રહે. માટે બીજું કાંઇ નહિ, મરતી વખતે સમાધિ તો જોઇએ જ. પણ મરણ વખતે સમાધિ તેને મળે કે જેનું જીવન સમાધિ ભરપૂર હોય. જે સતત અંકલેશમાં હોય, કામ-ક્રોધાદિને વશ રહેતો હોય, ફલેશ-કજીયા-કંકાસમાં જેનો સમય પસાર થતો હોય તેવો જીવ મરતી વખતે સમાધિ કેવી રીતે પામી શકે? માટે સમગ્ર જીવન સમાધિમય બનાવવું જરૂરી છે. ક્ષમા, નમ્રતા, નિર્વિકારિતા, પરાર્થ વગેરે ગુણો કેળવવા જોઇએ. સંકલેશ અને અસમાધિ પેદા કરનારા દોષોથી સદા દૂર રહેવું જોઇએ.
પણ આ ભવમાં આવતા ભવનું જેવું આયુષ્ય બંધાયું હોય તેવો આવતો ભવ મળશે. જો સારું બાંધ્યું હશે તો મરતી વખતે સમાધિ આવી જશે. ખરાબ બંધાયું હશે તો અંત સમયે સમાધિ નહિ મળે. તેથી આવતા ભવનું આયુષ્ય બાંધવાની પળે જાગ્રતિ જોઇએ. છેવટે તો આખું જીવન કેવું જીવ્યા? તેના આધારે નહિ પણ આયુષ્ય બંધાતી વખતે કેવું જીવીએ છીએ? તેના આધારે આવતા ભવનું આયુષ્ય બંધાય. આ વાત જાણીને આપણને મનમાં થાય કે આવતા ભવનું આયુષ્ય કક્યારે બંધાય? તે જણાવો. અમે તે પળ સાચવી લઇશું, જેથી અમારો આવતો ભવ સુધરી જાય. e શાસ્ત્રો કહે છે કે આ ભવનું જેટલું આયુષ્ય હોય તેના ત્રણ ભાગ કરીએ તો તેમાંના પહેલા બે ભાગ ક્યાં સુધી પૂરા ન થાય ત્યાં સુધી આવતા ભવનું આયુષ્ય ન બંધાય. જ્યારે આ આયુષ્યના ૩ ભાગ પસાર થાય ત્યારે બંધાય. જે ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૧/૩ આયુષ્યના પાછા ત્રણ ભાગ કરવા. તત્વઝરણું
૨૧૪