________________
તેમાંના બે ભાગ પસાર થાય ત્યારે બંધાય. જો ત્યારે પણ ન બંધાય તો બાકી રહેલાનો ૨/૩ ભાગ પસાર થાય ત્યારે બંધાય. આ રીતે ૨/૩, ૨/૩ કરતાં કરતાં છેલ્લે ત્રણ ડચકાં લેતાં, તેના ૨ ડચકા લેવાયા પછી બંધાય, પણ આવતાભવનું આયુષ્ય બંધાયા પહેલાં મરણ ન થાય.
જો આ ભવનું આયુષ્ય ૮૧ વર્ષનું હોય તો આવતાભવનું આયુષ્ય વહેલામાં વહેલા ૫૪ વર્ષે બંધાય. ૮૧ ના ૨૦-૨૦-૨૦ વર્ષના ત્રણ વિભાગ થાય. તેના બે ભાગ એટલે કે ૫૪ વર્ષ થાય ત્યારે બંધાય. જો ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૨૦ વર્ષના ૨/૩ કરવા, ૯-૯-૯ એમ ત્રણ ભાગમાંના બે ભાગ - ૧૮ વર્ષ પસાર થાય ત્યારે (૫૦+૧૮) ૦૫ વર્ષની ઉંમરે આયુષ્ય બંધાય. જો ત્યારે ન બંધાય તો બાકી રહેલા ૯ વર્ષના ૨/૩-૬ વર્ષ પસાર થયા પછી (૭૫+૬) ૮૧ વર્ષની ઉમરે બંધાય. એમ કરતાં કરતાં છેલ્લે મરતી વખતે પણ બંધાઇ શકે.
જો આપણે આપણું આ ભવનું આયુષ્ય જાણતાં હોઇએ તો તેનો ૨/૩ ગણીને, તે સમયે સાવધ રહી શકીએ પણ આપણે આપણું આયુષ્ય જાણીએ છીએ ખરા ? ના, તેથી ગમે તે ઘડીએ આપણા આયુષ્યનો ૨/૩ આવી શકે. કોઇ ગર્ભમાં મરે છે તો કોઇ પાંચ વર્ષની ઉંમરે મરે છે. કોઇ ૫૦ વર્ષ જીવે છે તો કોઇ ૦૦ વર્ષ જીવે છે. કોઇ ૯૦ વર્ષ જીવે છે તો કોઇ ૧૦૦ વર્ષ પણ જીવે. તેથી કોઇપણ ક્ષણે આપણા આયુષ્યનો ૨/૩ હોવાની શકયતા છે. ગમે તે ક્ષણે આવતા ભવનું આયુષ્ય બંધાઇ શકે છે. માટે આવતો ભવ સુધારવા આપણી દરેક ક્ષણ ધર્મમય પસાર કરવી જોઇએ.
આ ભવમાં જેવું આયુષ્ય બાંધીએ તેવો પરભવ મળે. આયુષ્ય બાંધ્યા વિના મરણ ન આવે. હા ! જે આત્મા મોક્ષે જવાનો હોય તે આત્મા આવતા ભવનું આયુષ્ય ન બાંધે. બાકીના બધા આત્માઓ ચાર ગતિમાંની કોઇપણ ગતિનું આયુષ્ય બાંધે.
fes
આ ભવમાંથી નીકળેલો આત્મા ૧, ૨ કે ૩ સમયમાં બીજો ભવ લઇ લે છે. કયારેક જ કોઇને ૪ કે ૫ સમય લાગે. આંખના એક પલકારામાં અસંખ્યાતા સમયો વીતી જાય. તેથી બે ભવ વચ્ચે રખડવાની કોઇ અવગતિ નથી. પણ ભૂત-પ્રેત, ચુડેલ, ડાકીણી, શાકીણી વગેરે હલકી દેવયોનિ છે. જેણે આ ભવમાં તે ભવનું આયુષ્ય બાંધ્યું હોય તેઓ મરીને તરત જ તે ભવમાં તેવા હલકા દેવ તરીકે અવતરે છે તે તેમનો નવો ભવ ગણાય. તેમનું ઓછામાં ઓછું પણ ૧૦,૦૦૦ વર્ષનું આયુષ્ય હોય. તે પુરું થયા પછી તેઓ નવો ભવ લે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
કાર અને
હ
તત્વઝરણું
૨૧૫