________________
ગોચરી મળતી નહોતી.
Siper
કાર 33 bi ઢંઢણમુનિએ પ્રતિજ્ઞા કરેલી કે મારી લબ્ધિથી મને ગોચરી મળે તો જ વાપરવી. નહિ તો ઉપવાસ કરવો.લાભાન્તરાયકર્મનો ક્ષયોપશમ થાય, કર્મ નબળું પડે તો લાભલબ્ધિ પેદા થાય. એકવાર ઢંઢણમુનિને શ્રીકૃષ્ણ વંદન કરતા હતા તે જોઇને એક શેઠે ઢંઢણમુનિને વિનંતી કરીને લાડવા વહોરાવ્યા. ઢંઢણમુનિને લાગ્યું કે આ સહજરીતે મળેલા લાડવા પોતાની લબ્ધિનો પ્રભાવ છે, પણ ભગવાને કહ્યું કે શ્રીકૃષ્ણની લબ્ધિથી મળ્યા છે, તમારી લબ્ધિથી નહિ. શ્રીકૃષ્ણે વંદન ન કર્યાં હોત તો તે ન વહેારાવત. અને ઢંઢણમુનિ તે લાડવા પરઠવવા ગયા. પરઠવતા પરઠવતા પોતે બાંધેલા લાભાન્તરાય કર્મ અંગે પસ્તાવો કરતા ગયા. ધ્યાનની ધારામાં ચડ્યા. કેવળજ્ઞાન પામ્યા.
એક કર્મની અસર બીજા કર્મ ઉપર પણ પડી શકે. એક વ્યક્તિના કર્મની અસર બીજી વ્યક્તિના કર્મ ઉપર પણ પડી શકે. એકનું તીવ્ર દાનાન્તરાય કર્મ બીજાને લાભાન્તરાય કર્મનો ઉદય કરાવી દે, તો એકના તીવ્ર લાભાન્તરાય કર્મનો ઉદય બીજાના દાનાન્તરાય કર્મનો ઉદય કરાવી દે. એક દાનવીર છે, તે જે આવે તે બધાને દાન દે છે. તેને મન કોઇ પક્ષપાત નથી. આજે ઘણાને દાન આપ્યું. પછી કોઇ વ્યક્તિ દાન લેવા આવી. દાતાને તેને દાન દેવાનું મન જ ન થયું. ના પાડીને કાઢી મૂક્યો. પછી પાછા જેટલા આવ્યા એ બધાને દાન દીધું. તેણે કેમ પેલી વ્યક્તિને દાન ન આપ્યું? દાન તો આપવાની ઇચ્છા ઘણી હતી, પણ તે વ્યક્તિનું લાભન્તરાયકર્મ ખૂબ જોરદાર ઉદયમાં હતું, માટે બધાને આપવા છતાં તેને આપવાનું મન ન થયું. પેલાના લાભાન્તરાય કર્મે તેના દાનાન્તરાય કર્મને ઉદચમાં લાવી દીધું.
જો આપણે આ કર્મવિજ્ઞાન બરોબર સમજી લઇએ તો ઘણા બધા આર્તધ્યાનથી બચી જઇએ. આપણને કાંઇ ન મળે તો લાભાન્તરાય કર્મનો ઉદય નજરમાં લાવવો, પણ હાય-વોય નહિ કરવી. કોઇ ન આપે તો તેના દાનાન્તરાયો કે આપણા લાભાન્તરાયનો ઉદય નજરમાં લાવવો પણ કોઇ પ્રત્યે દુર્ભાવ-તિરસ્કાર ન કરવો. સમતા-સમાધિ ટકાવવી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
38 fosiles
તત્વઝરણું
oles forc
Jus
કર્યું હોય ભાથી Rkbg-blably
Sus 30 se slisspiel
195 ૨૩૦