________________
બીજાને દાન દેતાં અટકાવીએ, ગોચરી વહોરાવતા અંતરાય કરીએ, ચડાવા બોલતાં અટકાવીએ તો આ કર્મ બંધાઇ શકે છે. કદાચ ઘરની પરિસ્થિતિના કારણે અટકાવવાની જરૂર લાગે તો પણ શબ્દો અને ભાવ અટકાવવાના ન જોઇએ. “દસ હજાર રુપીયાથી વધારે ન બોલતાં'' એવું કહેવાના બદલે, “જો દસ હજાર રુપીયા સુધીમાં લાભ મળે તો અવશ્ય લેજો'' એ પ્રમાણે બોલવું. પહેલા વાકયમાં અટકાવવાના ભાવ છે, બીજામાં લાભ લેવાની વૃત્તિ જણાય છે. આ રીતે દરેક બાબતમાં નેગેટીવના બદલે પોઝીટીવ વિચારણા કરીશું, પોઝીટીવ બોલીશું અને પોઝીટીવ પ્રવૃત્તિ કરીશું તો ઘણા પાપકર્મો બાંધતા અટકી જઇશું.
લાભાન્તરાય કર્મ : લાભ એટલે પ્રાપ્તિ, ધન, વસ્તુ, ખાવા-પીવાના પદાર્થ, ફર્નિચર વગેરે જેની જરૂર હોય, ઇચ્છા હોય તેની પ્રાપ્તિ થતી અટકાવે તે લાભાન્તરાય કર્મ. ધંધો કરવા છતાં કમાણી થવા ન દે. યોગ્યતા હોવા છતાં પ્રાપ્તિ થવા ન દે. મળવું અને ભોગવવું, બેમાં ફરક છે. કેટલીક વાર વસ્તુ મળે ખરી, પણ તેનો ભોગવટો ન કરી શકાય, તેમાં ભોગાન્તરાય કર્મ કારણ છે. લાભાન્તરાય કર્મ તો વસ્તુ મળવા જ ન દે, પછી ભોગવવાની વાત કયાં રહી?
લાભાન્તરાય કર્મ નબળું પડવાથી પ૦ જોડી કપડા મળ્યા; પણ જ્યારે ને ત્યારે તેમાંની બે જ જોડી પહેરાય. બાકીના પડ્યા રહે. તે પહેરવા માટે નહિ પણ જોવા, બતાડવા કે ગણવા માટે હોય ! આવું કેમ બને? ઉપભોગાન્તરાય કર્મનો ઉદય છે, તેથી તેનો ઉપભોગ નથી કરી શકતા. હીરાના દાગીના બનાવ્યા છે, પણ સેઇફ ડીપોઝીટ વોલ્ટમાં પડ્યા રહે છે. ભીટેશન પહેરીને ફરે છે. કેમ? ચોરીનો ડર લાગે છે. હકીકતમાં ઉપભોગાન્તરાય કર્મનો ઉદય છે તે મળેલા દાગીનાનો ઉપભોગ કરવા દેતું નથી.
પેલા ઢંઢણમુનિ શ્રીકૃષ્ણના દીકરા હતા. પરમાત્મા નેમીનાથ ભગવાનના શિષ્ય હતા. પણ તેમને લાભાન્તરાય કર્મનો એવો જોરદાર ઉદય કે પોતાની લબ્ધિથી ગોચરી પણ મેળવી શકે નહિ. ગોચરી વહોરવા જાય ખરાપણ ગોચરી કોઇને કોઇ રીતે દોષિત થઇ જાય. વહોરી શકે નહિ. અરે! એ મુનિવર કોઇ બીજા સાથે વહોરવા જાય તો તેના કારણે બીજાને પણ ગોચરી ન મળે.
એકના કર્મની અસર બીજા ઉપર થતી હોય છે. આ ઢંઢણ મુનિનો લાભાન્તરાય કર્મનો ઉદય સાથેના મુનિના લાભાન્તરાય કર્મની ઉદીરણા કરી દેતો હતો. ઉદીરણા એટલે જે કર્મ મોડા ઉદયમાં આવવાનું હોય તે વહેલા ઉદયમાં આવે. લાભાન્તરાય કર્મની ઉદીરણા થવાના કારણે સાથેના મુનિને પણ
તત્વઝરણું
૨૨૯