________________
'સંવત ૨૦૫૯ કારતક સુદ - ૩ ગુરુવાર, તા. ૭-૧૧-૦૨ )
આજે અંતરાય કર્મની વાત કરવી છે. અંતરાય કર્મ લાવવાનું નથી પણ છોડવાનું છે; માટે પૂજા અંતરાયકર્મની ન હોય પણ અંતરાય કર્મ નિવારણની હોય. આપણી ઇચ્છાને અધૂરી રાખે, પૂરી ન થવા દે, પૂરી કરવાના પ્રયત્નોમાં
કાવટ પેદા કરે, અંતરાય કરે તે અંતરાયકર્મ કહેવાય. તેના પાંચ પ્રકારો છે. (૧)દાનાંતરાય (૨)લાભાંતરાય (૩)ભોગવંતરાય (૪) ઉપભોગવંતરાય અને (૫)વીર્ચાતરાય.
જ્ઞાનાવરણીયના પ, દર્શનાવરણીયના ૯, વેદનીયના ૨, મોહનીયના ૨૮, આયુષ્યના ૪, ગોત્રના ૨ અને અંતરાયના ૫ મળીને પપ ભેદો થયા. તેમાં નામકર્મના ૧૦૩ ભેદો ઉમેરતા કુલ ૧૫૮ ભેદો થાય.'
આ કર્મો તમામ સંસારી જીવોને નચાવે. જાતજાતના ખેલ તેમની પાસે કરાવે. તેથી કર્મોના ઉદયે કોઇના જીવનમાં દોષો વગેરે દેખાય તો દુભવ નહિ કરવાનો પણ બીચારાને કર્યો કેવા હેરાન કરી રહ્યા છે, એમ વિચારીને તેની ભાવયા ચિંતવવી. પોતાના જીવનમાં થતી કર્મોની ઉથલપાથલને જોઇને તે કર્મોનો નાશ કરવા પ્રયત્ન કરવો.
દાનાંતરાય કર્મનો ઉદય થાય તો દાન દઇ ન શકીએ. દાન કરવાનું મન ન થાય. મન થાય તો સંયોગ અનુકૂળ ન બને. દાન દેવાની અનુકૂળતા થાય તો દાન લેનાર ન મળે. દાનની ઇચ્છા, વસ્તુ અને લેનાર, બધું અનુકૂળ થાય તો અચાનક એવી કોઇ ઘટના બને કે જેથી દાન ન કરી શકાય. મમ્મણ શેઠે પૂર્વભવમાં સાધુને લાડવાનું દાન કર્યા પછી પસ્તાવો કરીને દાનાંતરાયકર્મ બાંધ્યું હતું, જેથી સંપત્તિનો ઢગલો હોવા છતાં તે દાન ન થઇ શકયો.
દાનાંતરાય કર્મના ઉદયે દાન ન દઇએ તો શું વાંધો? પૈસા બચે, તે ફાયદો થાય ને? એવું ન વિચારવું. દાન ન દેવાથી કંજૂસ તરીકે ઓળખાઇએ. આબરુ જાય. જે દાન ન કરે તેને જ્યારે જરૂર હોય ત્યારે ન મળે. દાન દ્વારા થતાં સુકૃતોથી તે સદા વંચિત રહે. ખાવા કરતાં ખવડાવવામાં, ભોગવવા કરતાં દેવામાં જે આનંદ છે, તેનો અનુભવ ન થાય. દાન ન કરવાના કારણે તે ધન હોટલો, હીલસ્ટેશનો વગેરે પાપોમાં વપરાશે, તે પાપકર્મોના ઉદયે દુઃખો અને દુર્ગતિઓ પ્રાપ્ત થાય. આ બધું ન થવા દેવા દાન કરવું જ જોઇએ. તેમ કરતાં અટકાવનાર દાનાંતરાય કર્મને દૂર કરવું જોઇએ. યાદ રહે કે કર્મ કરતાં આત્માની તાકાત વધારે છે. ધર્મની તાકાત વધારે છે. જો સમ્યક્ પુરુષાર્થ કરીએ તો નવું દાનાંતરાય કર્મ બંધાતું અટકી શકે છે. જૂનું બંધાયેલું નાશ પણ પામી શકે છે.
તત્વઝરણું
૨૨૮