________________
નશો ન કરવો. અદ્ધિ-સમૃદ્ધિ-પરિવાર, માન-સન્માન-યશ ઘણો મળે તો પણ તે ઐશ્વર્યનો મદ ન કરવો. આ આઠ પ્રકારના મદ ન કરીએ તો ઉચ્ચગોત્ર કમી બંધાય પણ જો કોઇ મદ કરીએ તો નીચગોત્રકર્મ બંધાય. | છતી શક્તિએ ભણીએ નહિ, નવું નવું જ્ઞાન મેળવવાનો ઉધમ ન કરીએ, પાત્ર વ્યક્તિને ભણાવીએ નહિ તો પણ નીચગોત્રકર્મ બંધાય. શકિત હોય અને સામેની વ્યક્તિ પાત્ર હોય તો અવશ્ય ભણાવવું જોઇએ. તેનાથી ઉચ્ચગોત્રકમ બંધાય. પાત્રને ન ભણાવવાથી અને અપાત્રને ભણાવવાથી પ્રાયશ્ચિત્ત આવે.
જે ગુરુ પાસેથી જ્ઞાન મેળવવાનું હોય, તેમના પ્રત્યે દુભવ ન કરવો, તેમની નિંદા ન કરવી. ઉછળતા બહુમાન પૂર્વક જ્ઞાન મેળવવું. કાયમ માટે તેમનો વિનય સાચવવો. જે ગુરુની નિંદા કરવાનું મન થતું હોય, તેમની પાસે ભણવાનું છોડી દેવું. નહિ ભણાય તો જ્ઞાનાવરણીય કર્મ બંધાશે પણ ભણાવનાર ગુરુની નિંદા કરીશું તો મોહનીયકર્મ બંધાશે, જે વધારે ખરાબ છે. ભણાવનાર તરફ અનાદર ન કરવો.
ગોત્રકર્મ કુંભારના ઘડા જેવું છે. કોઇ ઘડા લગ્નની ચોરીમાં કામ લાગે તો કોઇ ઘડા દારુ વગેરે ભરવા પણ કામ લાગે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
कुम्हार के घड़े जैसा
થી
4---
ટકા
તત્વઝરણું
૨૨.