________________
(૫)જ્ઞાનનો મદ (૬)લાભનો મદ (૭)તપનો મદ અને (૮)ઐશ્વર્યનો મદ.
માતાના કુળને જાતિ કહેવાય અને પિતાના કુળને કુળ કહેવાય. સારી જાતિ કે સારું કુળ હોય તેનો અહંકાર ન કરવો. અમારી જ્ઞાતિ ઊંચી ને તમારી નીચી, એવી ડંફાસ ન હાંકવી. નીચી જ્ઞાતિવાળાને ટોટ ન મારવા. તેમનું અપમાન ન કરવું. મનોમન પોતાની જાતિ કે કુળની પ્રશંસા ન કરવી.
પરમાત્મા મહાવીરદેવને ૮૨ દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં રહેવું પડ્યું, બે માતા પામ્યાનું કલંક ચડ્યું. તેનું કારણ તેમનો નીચગોત્ર કર્મનો ઉદય હતો. તીર્થંકરો તો ક્ષત્રિયકુળમાં આવે. શૌર્યથી યુક્ત કુળમાં જન્મે; કારણકે તેમણે શૌર્ય વડે કર્મો સામે સંગ્રામ માંડવાનો હોય છે. શૂરાતન દાખવવાનું હોય છે. બ્રાહ્મણકુળમાં શૌર્ય ન હોય, પણ જ્ઞાન હોય.
ઉચ્ચ-નીચ શબ્દો સાપેક્ષ છે. દીકરી તરીકે સ્ત્રી નીચી ગણાય પણ માતા તરીકે ઊંચી ગણાય. વિધાની અપેક્ષાએ બ્રાહ્મણ ઊંચા કહેવાય,બાકીના બધા નીચા કહેવાય. શૌર્યની અપેક્ષાએ ક્ષત્રિય ઊંચા ગણાય,બાકીના બધા નીચા ગણાય. બુદ્ધિ-વેપાર વગેરેની અપેક્ષાએ વૈશ્ય ઊંચા ગણાય,બાકીના બધા નીચા ગણાય.
ele
અહીં ભગવાન મહાવીરે કર્મો સામે યુદ્ધે ચડવાનું હોવાથી શૌર્યની અપેક્ષાએ બ્રાહ્મણકુળને નીચકુળ જણાવ્યું, કારણકે બ્રાહ્મણોમાં સામાન્યતઃ યાચકપણું હોય છે. ભગવાન યાચક નથી પણ સૌને દેનારા છે, છતાં તેઓ બ્રાહ્મણકુળમાં ૮૨ દિવસ રહ્યા, કારણકે તેમણે મરિચીના ભવમાં પોતાના કુળનો મદ કર્યો હતો, પોતાના દાદા પ્રથમ તીર્થંકર, પોતાના પિતા પ્રથમ ચક્રવર્તી, પોતે પ્રથમ વાસુદેવ, આ ત્રણ વિશેષતાથી પોતાના કુળનો અહંકાર કર્યો. વળી પોતાને તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ, ત્રણે પદવી જુદા જુદા ભવોમાં મળવાની છે, તે જાણીને પણ પોતાના કુળનો અહંકાર કર્યો, તેનાથી નીચગોત્ર કર્મ બંધાયું. માટે આપણે પણ આવા કોઇપણ અહંકારથી દૂર રહેવું.
બળનું પણ અભિમાન ન કરવું. કોઇનું બળ કદી કાયમ રહ્યું નથી કે રહેવાનું નથી. પછી અહંકાર શા માટે? રુપનો મદ ન કરવો. રુપનો અહંકાર છાકટા બનાવશે. શીલને જોખમમાં મૂકશે. નીચગોત્ર બંધાવશે. ઘણું જ્ઞાન ભણી લીધું તેનો કે જલ્દી આવડી જાય છે તેનો અહંકાર ન જોઇએ પણ જ્ઞાન જેમ જેમ વધે તેમ નમ્રતા આવવી જોઇએ. જે ઇચ્છો તે મળતું હોય તો બીજાને લાભ કરાવવા ભલે મેળવો પણ તેની ડંફાસ હાંકવી સારી નથી. તપ ઘણો થઇ શકે તેવું અનુકૂળ શરીર મળ્યું છે અને કરો પણ છો, તે સારી વાત છે, પણ તેનો
તત્વઝરણું
. ૨૨૬