________________
બને. માત્ર પૈસા ખર્ચવામાં નહિ પણ બધી બાબતમાં ઉદારતા જોઇએ. બીજાની ભૂલોને માફી આપવાની, બીજાના વિચારો સહન કરવાની ઉદારતા પેદા થાય.
(૨)દાક્ષિણ્ય : દાક્ષિણ્ય એટલે લજજા. ના ન પાડી શકવી. અડધી રાતે કોઇ કામ સોંપે તો પોતાનું ગમે તેવું કાર્ય છોડીને પણ તેનું કામ કરવા જાય અનુકૂળતા ન હોય તો પણ ના ન પાડી શકે. ના પાડતા સંકોચ થાય. આ દાક્ષિણ્ય ગુણના પ્રભાવે ભવદેવ દીક્ષા લઇને ત્રીજા ભવે જંબૂવામી બનીને ઠેઠ મોક્ષ સુધી પહોંચ્યા.
(૩)પાપ જુગુપ્સા : જેના જીવનમાં ધર્મ પરિણામ પામ્યો હોય તેને પાપ ન ગમે. પાપો પ્રત્યે ચીતરી ચડે. તે પાપો કરી ન શકે. કદાચ કરવા પડે તો કરતી વખતે તેને ત્રાસ હોય. પાપ કરતાં પહેલાં ઝઝૂમતો હોય, છતાં પાપ કરવું જ પડે તો તે વખતે દુઃખી હોય. અને કર્યા પછી પશ્ચાત્તાપથી રડતો હોય.
(૪)નિર્મળ બોધ : સાચા ધર્મીનો બોધ નિર્મળ હોય. તેની સમજણ સાચી હોય. ગમે તેટલું નુકશાન થયું હોય તો ય તે પોઝીટીવ થીંકીંગ કરીને પ્રસન્ન રહેતો હોય. આર્તધ્યાનથી દૂર રહેતો હોય. તીર્થયાત્રા કરવા જતા રસ્તામાં એક્સીડન્ટ થતાં બે મહીનાનો ખાટલો થાય ત્યારે એવું ન વિચારે કે યાત્રા કરવા ન ગયો હોત તો સારું. તેના બદલે એમ વિચારે કે યાત્રા કરવા ગયો માટે બે મહીનાના ખાટલાથી પતી ગયું, નહિ તો કદાચ મોત જ થાત. ધર્મના પ્રભાવે શૂળીની સજા સોયમાં પતી ગઇ.
ܘ ܐܘ ܘܐ1
(૫)લોકપ્રિયતા : સાચો ધર્મી પ્રાયઃ લોકપ્રિય બન્યા વિના ન રહે. લોકોમાં તે આદરનું સ્થાન મેળવે. બધા તેની સલાહ લે. તેના વચનને ટંકશાળી માને. ધર્મ પરિણામ પામ્યો હોવાથી યશનામકર્મનો ઉદય થાય. અનાદેય-અપયશ નામકર્મનો નિકાચિત ઉદય હોય તો જુદી વાત, બાકી સામાન્ય રીતે ધર્મી માણસ સૌને પ્રિય બન્યા વિના ન રહે.
આપણે આપણી જાતની તપાસ કરવાની કે ધર્મ તો ઘણો કરીએ છીએ પણ તે પરિણામ પામે છે કે નહિ ? ધર્મ પરિણામ પામે તે દિશામાં હવે પ્રયત્નો શરુ કરવા જોઇએ.
ઉચ્ચગોત્રનો ઉય થાય તો માન મળે. યશ મળે. સારા કાર્યો કરી શકાય. આપણી હલકી જ્ઞાતિ-કુળ વગેરેને નજરમાં લાવીને કોઇ અપમાન ન કરે. કાર્યો કરતાં અટકાવે નહિ. નીચગોત્રકર્મના ઉદયવાળાને બધે સહન કરવું પડે. નીચગોત્રકર્મ આઠ પ્રકારના મદ કરવાથી બંધાય છે. મદ એટલે અહંકાર, અભિમાન. (૧)જાતિનો મદ (૨)કુળનો મદ (૩)બળનો મદ (૪)રુપનો મદ
તત્વઝરણું
૨૨૫