________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૨ બુધવારતા. ૬-૧૧-૦૨
છઠ્ઠા નામકર્મના ૧૦૩ પેટાભેદો છે. તેની વિચારણા આપણે સમયની અનુકૂળતા પ્રમાણે પછી કરીશું. તે પહેલાં સાતમા ગોત્રકર્મ અને આઠમા અંતરાયકર્મની કેટલીક વિચારણા કરીએ.
આત્માનો ગુણ અગુરુલઘુ છે. બધા આત્માઓ સરખા છે. કોઇ મોટો નથી. કોઇ નાનો નથી. કોઇ મહાન નથી, કોઇ અધમ નથી, કોઇ ઊંચો નથી, કોઇ નીચો નથી. મોટા-નાના, મહાન-અધમ કે ઊંચ-નીચના ભેદો તો કર્મોના કારણે પેદા થાય છે. - ગોત્ર કર્મ આત્માના અગુરુલઘુ ગુણને ઢાંકે છે. પરિણામે આત્માનો ઉચ્ચ કે નીચ તરીકે દુનિયામાં વ્યવહાર થાય છે. ઉચ્ચકુળમાં જન્મ થતાં તેને માન, ચશ, વાહવાહ પ્રાપ્ત થાય છે જ્યારે નીચકુળમાં જન્મેલાને ઠેર ઠેર અપયશ અને અપમાન મળે છે. આ ઉચ્ચકુળ કે નીચકુળમાં મોકલવાનું કાર્ય ગોત્રકર્મ કરે છે. તેના બે પ્રકાર છે. ઉચ્ચ તરીકેનો વ્યવહાર કરાવનારું ઉચ્ચગોત્ર કર્મ અને નીચ તરીકેનો વ્યવહાર કરાવનારું નીચગોત્ર કર્મ. - પાંડુ અને કુંતીનો દીકરો કર્ણ હતો; પણ લગ્ન પહેલાં જન્મ્યો હોવાથી માતાએ પેટીમાં તરત મૂકી દીધો. રાધાને ત્યાં ઉછેરાયો. નીચગોત્ર કર્મનો ઉદય થવાથી રાજપુત્ર હોવા છતાં સારથીપુત્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. તેથી તેને વિધા આપવા કોઇ તૈયાર ન થયું. પરીક્ષામાં ઉતર્યો તો અર્જુને અપમાન કર્યું. દ્રૌપદીના સ્વયંવરમાં રાધાવેધ સાધવા તે ઊભો થયો ત્યારે હું સૂતપુત્રને નહિ વસં' કહીને દ્રોપદીએ ભરસભામાં અપમાન કરીને તેને બેસાડી દીધો. આ બધા અપમાનો નીચગોત્રકર્મના ઉદયે થયા.
વાઘરી, ચંડાળ, હરિજન વગેરે સાથે અણગમાભર્યો વ્યવહાર થાય છે, તેમાં તેમનું નીચગોત્રકર્મ કારણ છે. કોઇ પશુ બનવા તૈયાર નથી. કાગડાકૂતરા-ગધેડા વગેરે પ્રત્યે બધાને અણગમો થાય છે, હર્હત્ કરવાનું મન થાય છે. તેમાં તેમનો નીચગોત્રકર્મનો ઉદય કારણ છે. માનવમાં ભંગી, ચંડાળ વગેરે પણ નીચગોત્રકર્મના ઉદયવાળા છે. | ૧ થી ૪ ગુણઠાણા સુધી નીચગોત્રનો ઉદય હોઇ શકે છે, પણ પાંચમાં ગુણઠાણાથી નીચગોત્રનો ઉદય ન હોય. જેના જીવનમાં ધર્મ પરિણામ પામે તેને યશ મળે. ઉચ્ચગોત્રનો ઉદય થાય.
પૂ. હરિભદ્રસૂરિજી મ. સાહેબ જણાવે છે કે જેના જીવનમાં ધર્મ પરિણામ પામે તેનામાં પ્રાયઃ પાંચ ગુણો પેદા થયા વિના ન રહે. (૧)ઔદાર્ય : તે ઉદાર
તત્વઝરણું
૨૨૪.