________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૩ મંગળવાર તા. ૨૪-૦૯-૦૨
આત્મા ઉપર કર્મ ચોટે પછી તે ઉદયમાં આવે, બંધાયા વિના કદી કોઈ કર્મ ઉદયમાં આવતું નથી. વળી, જેણે જે કર્મ બાંધ્યું હોય તેને જ તે કર્મ ઉદયમાં આવે છે. મહાભારતમાં ભલે જાણવા મળે કે ભીમ ખાય અને શકુની સંડાસ જાય, પણ અહીં ભીમ કર્મો બાંધે તો શકુનીએ ભોગવવા પડે એવું નથી પણ જે બાંધે એને જ ભોગવવા પડે. બાંધવા અને ભોગવવામાં અદલાબદલી કરી શકાતી નથી.
ચૌદ રાજલોકમાં બધે જ કામણવર્ગણા ઠાંસી-ઠાંસીને ભરેલી હોવા છતાં ગમે ત્યાં રહેલી કામણ વર્ગણા ગમે ત્યાં રહેલા આત્માને ચોંટતી નથી; પણ જે આત્મા જ્યાં રહ્યો હોય, તે જ આકાશપ્રદેશમાં રહેલી કામણ વર્ગણા તે આત્માને
ચોંટે.
આપણો આત્મા ક્યાં છે, ત્યાં જ કામણવર્ગણા પણ છે. પરંતુ તેને કર્મ ન કહેવાય. જ્યારે તે ચોંટે ત્યારે જ તેને કર્મ કહેવાય; કારણકે ત્યારે તેમાં પ્રકૃતિસ્થિતિ વગેરે પેદા થાય છે, તે પૂર્વે નહિ. સૂંઠ-પીપરામૂળ-ગોળ-ઘી બાજુબાજુમાં પડયા હોય તો સૂંઠની ગોળી ન કહેવાય, પણ બધા એકમેક થાય પછી કહેવાય. તેમ કામણવર્ગણા રાગાદિ પરિણતિના કારણે ચોંટીને આત્મા સાથે એકરસ થાય ત્યારે તે કર્મ કહેવાય.
બાજુબાજુમાં રહેવું તે જુદી ચીજ છે અને એકમેક થવું તે જુદી ચીજ છે. સાથે રહેવાથી કુટુંબમાં રહ્યા ન કહેવાય,સ્નેહસંબંધથી બંધાયા હો, તો કુટુંબમાં રહ્યા છો, એમ કહેવાય.
| એકલો લોટ તૃપ્તિ ન કરે, રોટલી બને તો જ કામ આવે. તેમ એકલી કાર્મણવર્ગણા સુખ-દુઃખ ન આપી શકે, તેઓ કર્મ બને તો જ આપી શકે. દૂધ અને પાણી, લોખંડ અને આગ ની જેમ આત્મા અને કાર્મણવણા એકમેક થાય, તેને કર્મબંધ થયો કહેવાય.
ચાર કારણે કામણવર્ગણા આત્માને ચૌટે છે. (૧)મિથ્યાત્વ (૨)અવિરતિ (૩)કષાય અને (૪)યોગ.
હિંસા વગેરે સત્તર પાપોમાંના કોઈ પણ પાપને સારું માનવું, કરવા જેવું માનવું તે અઢારમું પાપ. તેનું નામ મિથ્યાત્વ. તે શલ્ય કાંટા જેવું છે. આત્મામાં જ્યાં સુધી હોય ત્યાં સુધી તે ઈચ્છિત મોક્ષનગર સુધી પહોંચવા ન દે. - હિંસા કે જૂઠ તેટલા ખરાબ નથી જેટલું તે કરવા બદલ દુઃખ ન હોવું તે ખરાબ છે. સંસાર કરતાં ય સંસારનો પક્ષપાત વધારે ખરાબ છે. સંસાર તો તત્વઝરણું
( ૧૧૬