________________
સંકોચ અને વિકાસ પામવાનો તેનો સ્વભાવ છે. - જ્યારે તે ચૌદ રાજલોક વ્યાપી બને, ત્યારે આપણો આત્મા ક્યાં છે ત્યાં તેમના આત્મપ્રદેશો પણ આવે, છતાં તેમની પવિત્રતા આપણે પામતા નથી, કારણ કે આપણે તેની સન્મુખ થતા નથી. શત્રુંજય ગિરિરાજ ઉપર પાણી-લીલગધેડા-પક્ષીઓ-પશુઓ પણ હોય, પણ તેઓ શ્રદ્ધાથી શત્રુંજયની સન્મુખ ન થાય માટે તે ભવમાં કાંઈ ન સાધે. જરુર છે ભગવાનની સન્મુખ થવાની.
પાંચમાં સમયે આંતરા સંહરી લઈને ફરી મંથાન બને. છઠ્ઠા સમયે કપાટ બને. સાતમા સમયે દંડ બને. આઠમા સમયે મૂળ શરીર રૂપે થાય, પણ આ આઠ સમય દરમ્યાન, વધુને વધુ વિસ્તરતો તે આત્મા ત્રણે અઘાતી કર્મોને આયુષ્ય કર્મની રિસ્થતિ જેટલા કરી દે. - પાંચે પરમેષ્ઠિભગવંતોની અનરાધાર કરુણા સતત વરસી રહી છે. આપણે તે કરુણાને ઝીલવાની યોગ્યતા ખીલવવાની છે. વરસાદ તો બધે વરસે. વાટકી, લોટો, ડોલ, ટાંકી, તળાવ, નદી, દરીયો, જે સન્મુખ થાય તે પોતાની પાત્રતા મુજબ ભરાય. ઊંધો ઘડો ખાલી રહે. કાણી ડોલ ભરાઈને ખાલી થાય. તેમાં વાંક વરસાદનો નથી. આપણે જેટલી પાત્રતા કેળવીશું, જેટલા તેમની સન્મુખ થઈશું તેટલો લાભ થશે.
સિદ્ધભગવંતોમાં રાગાદિ પરિણતિ નથી, માટે તેમને કર્મો બંધાતા નથી. કર્મોનું મૂળ રાગાદિ પરિણતિ છે. મૂળ બળી જાય પછી અંકુરો-પાંદડા-કૂલ કે ફળ કેવી રીતે આવે? રાગાદિ પરિણતિ નાશ પામે પછી કર્મોનો અંકુરો પેદા ન થાય કે દુર્ગતિ-દુઃખના ફૂલ-ફળાદિ પણ ન આવે. | આપણા આત્માને રાગાદિ પરિણતિથી રહિત બનાવવાનો પ્રયત્ન કરવો. જોઈએ. દુઃખો અને દોષોને કર્મો પેદા કરે છે માટે નવા કર્મો ન બંધાય, ઓછા બંધાય તેની કાળજી લેવી જોઈએ. પૂર્વે બંધાયેલા જૂના કર્મો ખપે તેવા પ્રયત્નો કરવા જોઈએ. આ બધા માટે સંસારનું વાતાવરણ ખૂબ પ્રતિકૂળ છે. સંયમજીવના ઘણું અનુકૂળ છે. તેમાં આ બધું સહજ શક્ય બને છે. માટે સંયમ સ્વીકારવાનો પુરુષાર્થ આદરવો જરૂરી છે. છેવટે બાર વ્રતધારી શ્રાવક - શ્રાવિકા બનવું. તે માટે સૌ પ્રથમ ભવઆલોચના કરવી જોઈએ.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
a
તત્વઝરણું
૧૧૫.