________________
બાકીના ચાર અઘાતીક છે.
ચાર ઘાતકર્મોનો સંપૂર્ણ નાશ થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટે. બાકીના ચાર અઘાતી કર્મો પણ નાશ પામે ત્યારે મોક્ષ મળે. કેવલી બનીને તીર્થકર તરીકે વિચરે તે અરિહંત કહેવાય. તેઓ મોક્ષે જાય ત્યારે સિદ્ધ કહેવાય. અરિહંત એટલે શરીરઘારી ભગવાન અને સિદ્ધ એટલે શરીરરહિત ભગવાન. સીમંધરસવામી વગેરે વિહરમાન તીર્થકરો અરિહંત કહેવાય. મહાવીરસ્વામી વગેરે અત્યારે સિદ્ધ ગણાય. - દેરાસરમાં અરિહંત કે સિદ્ધ ભગવાન હોય. પરિકરવાળા તે અરિહંત. પરિકરવિનાના તે સિદ્ધ. દેરાસરની ધજાનો વર્ણ અરિહંતના સફેદ અને સિદ્ધના લાલવર્ણના આધારે લાલ-સફેદ છે. જો મૂળનાયક અરિહંત હોય તો બે બાજુ લાલ, વચ્ચે સફેદ હોય. પણ મૂળનાયક સિદ્ધભગવાન હોય તો બે બાજુ સફેદ અને વચ્ચે લાલ હોય. દૂરથી ધજા જોતાં જાણી શકાય કે અંદર મૂળનાયક કોણ છે?
વિશ્વમાં વિચરતાં, અરિહંત પરમાત્માના ચાર ઘાતકર્મો નાશ પામવા છતાં, ચાર અઘાતી કર્મો ખપવાના બાકી હોય છે, તે આપણા લાભની વાત છે. જો તેઓ તરત જ અઘાતી કર્મો ખપાવીને મોક્ષે ગયા હોત તો આપણને મોક્ષમાર્ગ કોણ બતાડત? જિનશાસનની સ્થાપના ન કરી હોત તો આપણું શું થાત? - જે કેવલી ભગવંતોને બાકી રહેલા ચાર અઘાતી કર્મોમાંથી બાકીના ત્રણ કર્મોની સ્થિતિ આયુષ્ય કર્મ કરતાં વધારે હોય તેમનું આયુષ્યકર્મ પૂર્ણ થતાં શું થાય? બાકીના ત્રણ કર્મો કયારે ખતમ થાય? મોક્ષે કયારે જાય? આવા પ્રશ્નો ન સર્જાય તે માટે જે કેવલીઆત્મા ઉપર આયુષ્યકર્મ કરતાં બાકીના ત્રણ અઘાતી કર્મો વધારે સ્થિતિવાળા હોય તેઓ છ મહીના પૂર્વે કેવલી સમુદ્દઘાત કરીને બાકીના છ મહીના માટે ચારે ય કર્મો સરખી સ્થિતિવાળા કરે. વધારાની સ્થિતિને કેવલી સમુદ્દાત વડે ખલાસ કરે. | કેવલી સમુદ્દઘાત કરતો આત્મા પહેલા સમયે પોતાના આત્મ પ્રદેશને વિસ્તારીને શરીર પ્રમાણ જાડાઈવાળો બનીને ઉપર-નીચે ઠેઠ લોકના છેડા સુધી ફેલાઈને દંડ(લાકડી) જેવો બને. બીજા સમયે ઉત્તર - દક્ષિણ કે પૂર્વ - પશ્ચિમ દિશામાં લોકના છેડા સુધી ફેલાઈને કપાટ (બારણા) જેવો બને. ત્રીજા સમયે બાકીની પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ દિશામાં લોકના છેડા સુધી ફેલાઈને મંથાન (દહી' વલોવવાના રવૈયા) જેવો બને. રહી ગયેલા ખૂણા-ખાંચરામાં ફેલાઈને ચોથા સમયે ચૌદે રાજલોક વ્યાપી બને. આત્માની અચિન્ય શક્તિ છે.
તત્વઝરણું
૧૧૪