________________
'સંવત ૨૦૫૮ ભાદરવા સુદ - ૧૫ શનિવાર. તા. ૨૧-૦૯-૦૨
કર્મોની વર્ગણા એટલી બધી સૂક્ષ્મ છે કે તે નરી આંખે કે દૂરબીનથી પણ જોઈ શકાતી નથી. ૧૦૦ કુટ દૂર ઊભેલા માનવના હાથમાં રહેલો એક વાળા દેખાય? પડદા પાછળ રહેલી વસ્તુ દેખાય? પીઠ પાછળનું–ફર્યા વિના –દેખાય? આંખની ઘણી નજીક રહેલાં પીયાં દેખાય? ના, આ બધું નથી માટે નથી દેખાતું એમ નહિ, આ બધું છે જ; પણ આંખની મર્યાદા છે કે તે અતિદૂરની, પાછળની, અતિ સૂક્ષ્મ, ઢંકાયેલી કે અતિનજીકની વસ્તુને જોઈ શકતી નથી. કામણ રજકણો અતિશય સૂક્ષ્મ હોવાથી નરી આંખે દેખી શકાતી નથી.
આ કાર્મણવર્ગણા ચૌદ રાજલોકમાં છે. મોક્ષમાં પણ છે, પણ જે આત્મામાં રાગાદિ પરિણતિ હોય તેને જ તે ચોટે. મોક્ષમાં ગયેલા સિદ્ધભગવંતોમાં રાગાદિ પરિણતિ ન હોવાથી તેમને તે ન ચોટે. આપણે સો ઘણીવાર મોક્ષમાં જઈ આવ્યા, પણ સિદ્ધ ભગવંત તરીકે નહિ.
મોક્ષ એટલે સિદ્ધશીલા. તે સ્ફટિકની બનેલી છે. તેમાં પૃથ્વીકાયના જીવો છે. વળી સૂક્ષ્મ પૃથ્વી-પાણી-અગ્નિ-વાયુ-વનસ્પતિ અને બાદર વાયુકાય, આ છ પર્યાપ્તા અને અપર્યાપ્તા મળીને ૧૨ પ્રકારના જીવભેદો તો ચોદે રાજલોકમાં બધે હોય. મોક્ષમાં પણ હોય. આ બધા જીવો રાગાદિપરિણતિ યુક્ત હોય, કર્મસહિત હોય. આ બારમાંના કોઈ પણ જીવો રુપે આપણે મોક્ષમાં ઘણીવાર જઈ આવ્યા. હવે આપણે આ રાગાદિ પરિણતિનો નાશ કરીને, કર્મહિતા બનીને મોક્ષે જવાનું છે. તે માટે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની છે.
કેવળજ્ઞાની ભગવંતોના આત્માના પ્રદેશોનો ઘણીવાર આપણને સંયોગ થયો છતાં આપણો ઉદ્ધાર ન થયો, કારણ કે આપણે તેમની સન્મુખ ન થયા. તેમનો પ્રભાવ ઝીલીને રાગાદિ પરિણતિ દૂર ન કરી.
કેટલાક કેવળજ્ઞાની ભગવંતો મોક્ષે જવાના છ મહીના પૂર્વે કેવલી સમુદ્યાત નામની એક પ્રક્રિયા કરે છે. સમ = એકી સાથે. ઉત = પ્રબળતા પૂર્વક ઘાત = કર્મોનો નાશ જેમાં થાય તે સમુદ્દાત કહેવાય. તેમાં આત્મા ઘણો ફેલાતો જાય. પરિણામે કર્મો ખપતા જાય. ભીની સાડી ભેગી કરીને સૂકવવાના બદલે પહોળી કરીને સૂકવો તો પાણી જલદી સૂકાય. તેમ આત્મા પહોળો થાય તો કર્મો જલદી દૂર થાય.
જે કર્યો આપણા આત્માના ગુણોનો સર્વથા ઘાત કરે તે ઘાતી કર્મો કહેવાય. તે સિવાયના કર્મો અઘાતી કહેવાય. ૧,૨,૪,૮(ડબલ-ડબલ)નંબરના જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય,મોહનીય અને અંતરાય કર્મ ઘાતી છે. તે સિવાયના તત્વઝરણું
૧૧૩