________________
ખરાબ છે જ, પણ તેના કરતાં ય વધારે તો સંસારનો રાગ ખરાબ છે; પણ સંસાર કે સંસારના રાગ કરતાં ય સંસારના રાગ ઉપર જે રાગ છે તે વધારે ભયંકર છે. તે દૂર થયા વિના સમકિત શી રીતે મળે?
ત્વ=પણું, સમ્યક્ - સાચું, મિથ્યા : ખોટું. સાચાપણું એટલે સમ્યક્ત્વ, ખોટાપણું એટલે મિથ્યાત્વ.
પરમાત્મા યથાસ્થિતવાદી છે. જે પદાર્થો જેવા છે, તે રીતે તેમણે જણાવ્યા છે.દુઃખ-દુર્ગતિ આપનારા રસ્તાઓ અને સુખ-સદ્ગતિ પમાડનારા માર્ગો તેમને કેવળજ્ઞાનના પ્રકાશમાં જેવા જણાયા તેવા આપણને બતાડ્યા. આપણે તેને તેવા જ માનવા-હૃદયથી સ્વીકારવા તે સમ્યક્ત્વ. તેનાથી વિપરીત માનવું તે મિથ્યાત્વ.ટૂંકમાં સત્યનો પક્ષપાત તે સમકિત.અસત્યનો પક્ષપાત તે મિથ્યાત્વ.
સમકિતને, શું કરો છો? તેની સાથે નિસ્બત નથી, પણ શું માનો છો? આત્માનું વલણ, ઝોક કઈ તરફ છે? તેની સાથે નિસ્બત છે. વિચારોની બાબતમાં આપણી પરમાત્મા સાથે એકતા તે સમ્યક્ત્વ અને જુદાપણું તે મિથ્યાત્વ. વિરતિને ઉચ્ચાર-આચાર સાથે પણ સંબંધ છે. જ્યારે આચારોમાં પરમાત્મા સાથે એકતા થાય ત્યારે સર્વવિરતિ.
શિળ સમકિત એટલે હૃદય પરિવર્તન. વિરતિ એટલે જીવનપરિવર્તન. હૃદય પરિવર્તન વિના જીવનપરિવર્તન થાય નહિ. થતું જણાય તો તે આભાસી હોય. લાંબુ ન ટકે. સમકિત વિના વાસ્તવિક વિરતિ ન પામી શકાય. સૌ પ્રથમ મિથ્યાત્વ ત્યાગીને સમકિત પામવું જોઈએ.
ભગવાનની બધી વાતો માનીએ પણ એક વાત ન માનીએ તો મિથ્યાત્વ. અહીં ૩૫ કે ૯૯ માર્કે નહિ, પૂરા ૧૦૦ માર્કે પાસ થવાય છે. ‘‘ભગવાને જે કહ્યું છે, તે જ સાચું છે. શંકા વિનાનું છે. તે જ અર્થ છે. તે જ પરમાર્થ છે. બાકીનું બધું અનર્થ છે.'' આવી શ્રદ્ધા તે સમકિત. એકાદ વચનમાં પણ શંકા પડે તો મિથ્યાત્વ. શોધવ
મિથ્યાત્વ પાંચ પ્રકારના છે. (૧)આભિગ્રહિક (૨)અનાભિગ્રહિક (૩)આભિનિવેશિક (૪)સાંશયિક અને (૫)અનાભોગિક,
(૧) આભિગ્રહિક મિથ્યાત્વ : મારું તે જ સાચું, પોતાના વિચારોની તીવ્ર પક્કડ, બીજાની વાત વિચારવાની તૈયારી ન હોવી, બાકીના બધા ખોટા જ છે તેવી માન્યતા, આભિગ્રહિક મિથ્યાત્વને જણાવે છે.
આવી કોઈ પકડ કે કદાગ્રહ ન જોઈએ. હરિભદ્રસૂરિજી કહે છે કે 5 મે રો વોરે, ન ચ દેવો વિવિવુ. યુવિતામય્ વચનં યસ્ય, તસ્ય ાર્યઃ પવૃિ:' મને મહાવીરમાં રાગ નથી કે કપિલ વગેરેમાં દ્વેષ નથી, પણ જેનું વચન યુક્તિસંગત
તત્વઝરણું
૧૧૭