________________
હોય તેને ગ્રહણ કરવું જોઈએ. જૈનધર્મ પ્રત્યે આંધળો રાગ નથી, પણ તેની વાત યુક્તિથી માન્ય બને છે, માટે મેં તે સ્વીકાર્યો છે.
મારું તે સાચું' નહિ, પણ “સાચું તે મારું” એવી આપણી માન્યતા જોઈએ. ભૌતિક દુનિયાનું શ્રેષ્ઠ વાકય “આઈ લવ યુ' ગણાય છે તેમ આધ્યાત્મિક દુનિયાનું શ્રેષ્ઠ વાકય ‘‘કદાચ તમે પણ સાચા હો; કદાચ હું ખોટો. પણ હોઉ” છે.
પરસ્પર વિરોધી વાતો પણ સાચી હોઈ શકે છે, માટે ક્યારે ય કદાગ્રહ ન રાખવો. સામેનાની વાતનો જલ્દીથી વિરોધ ન કરવો. એક ગામમાં વચ્ચે શિવાજીનું પુતળું હતું. સામસામેના રસ્તેથી ત્યાં આવેલા બે માણસોમાંનો એક બોલ્યો, “આ ચાંદીનું પુતળું છે” બીજો કહે, “આ સોનાનું છે” મોટો ઝઘડો થયો. દરેક પોતાની વાત સાચી માનીને સામેનાને ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરતો હતો. ત્યાં કોઈ ડાહો માણસ આવ્યો. તેણે બંનેની જગ્યાની અદલાબદલી કરી દીધી. તે પુતળું એક બાજુ ચાંદીનું અને બીજી બાજુ સોનાનું હતું. હવે તે બંને બોલવા લાગ્યા, “આ પુતળું ચાંદીનું પણ છે. આ પુતળું સોનાનું પણ છે.” જ્યાં સામેનાની વાતનો સ્વીકાર થયો, ઝઘડો અટકી ગયો.
| (૨) અનાભિગ્રહિક મિથ્યાત્વ : ‘બધા ધર્મ સારા' એવી વિચારણા અનાભિગ્રહિક મિથ્યાત્વને જણાવે છે. જેટલી સ્ત્રી એટલી બધી પત્ની ના કહેવાય. વિવેક તો જોઈએ જ. તેમ ધર્મ શબ્દ જેને લાગ્યો તે બધા ધર્મ જ હોય એવું નહિ. જે કહે છે કે બધા ધર્મ સારા, તેનામાં ગોળ અને ખોળને પારખવાનો વિવેક ન હોવાથી તે અનાભિગ્રહિક મિથ્યાત્વી છે. - જો કે આભિગ્રહિક મિથ્યાત્વ કરતાં અનાભિગ્રહિક મિથ્યાત્વ ઓછું ખરાબ
છે, કારણકે તેમાં પક્કડ નથી. તેથી તેને સુધારવાના, સાચું સ્વીકારવાના - ચાન્સ ઊભા છે. -
- આપણા માટે જે સત્ય હોય તે બીજા માટે અસત્ય પણ હોઇ શકે છે. જે બીજા માટે સત્ય હોય તે આપણા માટે અસત્ય પણ હોઈ શકે છે. માટે સત્યના નામે પણ ઝઘડા ન કરવા. કષાયો ન પોષવા. રાગ-દ્વેષ ન વધારવા. - જેનાથી રાગ-દ્વેષ વધે તે અસત્ય. જેનાથી રાગ-દ્વેષ ઘટે તે સત્ય. માટે રાગ-દ્વેષ ઘટે તેવું કરવું, વધે તેવું ન કરવું.
ધર્મના નામે પણ ઝઘડા ન કરવા. ધર્મ જાતે કરવાની ચીજ છે, પણ બીજા ઉપર બળાત્કારે ઠોકી બેસાડવાની ચીજ નથી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃ કરણથી મિચ્છા મિ દુક્કડમ તત્વઝરણું (
૧૧૮