________________
સંવત ૨૦૫૮ ભાદરવા વદ - ૪ બુધવાર તા. ૨૫-૦૯-૦૨.
સર્વ ધર્મ સમભાવ નહિ પણ સર્વધર્મ સહિષ્ણુભાવ જોઈએ. બધા ધર્મો ને સરખા માનનારામાં વિવેકબુદ્ધિ નથી. પોતાના ધર્મને માનવા છતાં બીજ ધર્મોને તિરસ્કારાય તો નહિ જ. તેના પ્રત્યે સહિષ્ણુતા તો જોઈએ જ. પોતાના ધર્મનું ગૌરવ સારું છે, પણ બીજા ધર્મો પ્રત્યેની અરુચિ કે તિરસ્કાર તો સારો નથી જ.
જુદા જુદા જીવોની કક્ષા પ્રમાણે તે તે ધર્મ પણ તેના માટે ઉપયોગી બની શકે છે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે, स- "तत्तत्तन्त्रोक्तमखिलं मिथ्यादृशामपि । अपेक्षाभेदतो न्याय्यं, परमानन्दकारणम्"
“મિચ્છાદેષ્ટિઓના તે તે શાસ્ત્રોમાં પણ કહેલું બધું અપેક્ષાના ભેદથી મોક્ષના કારણ તરીકે ઉચિત છે.”
- અન્ય ધર્મોના અનુષ્ઠાનો જીવોને ટોળામાંથી લાઈનમાં લાવવાનું કામ કરે છે. જૈનશાસન લાઈનમાં આવેલા તેમને ઠેઠ મોક્ષે પહોંચાડે છે. અકબર બાદશાહ તેના માનેલા ધર્મના રોઝા વગેરે કરવામાં ચુસ્ત હતો માટે ચંપાશ્રાવિકાના તપની કદર કરી શકયો; પણ જો તે પોતાના ધર્મને પણ માનતો ન હોત તો? . | ‘બધા ધર્મો સારા' માનનારો અનાભિગ્રહિક મિથ્યાત્વી આભિગ્રહિક મિથ્યાત્વી કરતાં ઓછો ખરાબ છે કારણ કે આને કોઈ પક્કડ ન હોવાથી બધા ધર્મોને માનતા ચારિ–સંજીવની-ચાર ચાચે જૈન ધર્મને માનતો થઈ જશે; પણ પોતાની માન્યતાની પકકડવાળો આભિગ્રહિક મિથ્યાત્વી તે પકકડ છોડીને સાચી વાત સ્વીકારી નહિ શકે. તે એક સ્ત્રીએ પોતાના પતિને સદા વશમાં રાખવા બળદીયો બનાવી દીધો. પછી પસ્તાઈ. રોજ ચરાવવા લઈ જાય. એકવાર ચરાવતી વખતે ઉપરથી વાર્તાલાપ સંભળાયો. “જો આ સ્ત્રી નીચે ઉગેલી સંજીવની ઔષધિ ખવડાવે તો બળદ પાછો માનવ થાય.'' તે સ્ત્રીને સંજીવની ઔષધિ કોને કહેવાય? તે ખબર નહોતી, તેણે નીચે રહેલી બધી વનસ્પતિ વારાફરતી ખવડાવવાનું શરુ કર્યું.
જ્યાં સંજીવની ઔષધિનો ચારો ચર્યો ત્યાં બળદ માનવ બની ગયો. બધું ખવડાવતાં ખવડાવતાં સાચી ઔષધિ જેમ ખવાઈ ગઈ તેમ બધા ધર્મો સેવતાં સેવતાં સાચો ધર્મ હાથમાં આવી જશે. આને ચારિ-સંજીવની-ચાર ન્યાય કહેવાય છે.
છે જ્યાં પક્કડ છે, કદાગ્રહ છે ત્યાં સુધરવાના ચાન્સ નથી. જ્યારે જીવનમાંથી પકકડ કે કદાગ્રહ દૂર કરાય ત્યારે સુધરી શકાય. માટે ક્યારે પણ તત્વઝરણું
૧૧૯