________________
સામગ્રીઓ ત્યાં ન હોય તો ય મોક્ષે જવું જ જોઇએ.
મોક્ષમાં કામવાસના નથી માટે સ્ત્રીની જરૂર નથી. ઠંડી કે ગરમી નથી માટે તેને દૂર કરવા સ્વેટર વગેરે સામગ્રીની જરૂર નથી. કંટાળો નથી માટે મનોરંજનની જરૂર નથી. અરે ! કોઇ ઇચ્છા જ નથી માટે તેને પૂર્ણ કરવા કોઇ પદાર્થોની આવશ્યક્તા જ નથી.
ઇચ્છા એ જ મોટું દુઃખ છે. ઇચ્છા થાય છે માટે જ પદાર્થોની અપેક્ષા રહે છે. મોક્ષમાં ઇચ્છા નથી માટે કોઇ દુઃખ નથી. તેને દૂર કરવા કોઇ સાધનોની જરૂર નથી. માટે એમ કહેવાય કે સુખ સાધનોમાં નથી પણ સાધનામાં છે.
મીઠી ખંજવાળનું સુખ દાદરના દરદીને મળે, નિરોગીને ન મળે. તેથી કાંઇ દાદરના રોગી બનવાનું ન ઇચ્છાય. તેમ ખાવા-પીવા, પહેરવા, ઓઢવાનું કે કામવાસનાદિનું કહેવાતું સુખ સંસારીને મળે, મોક્ષે ગયેલાને ન મળે. તેથી કાંઇ સંસારમાં રહેવાનું ન ઇચ્છાચ. દાદર થઇ જાય તો તેને મટાડવાનો જેમ પ્રયત્ન કરાય તેમ સંસારી બન્યા છીએ તો હવે સંસારી મટીને મોક્ષે જવાનો પ્રયત્ન કરવો જોઇએ.
સંસારના ભોજન વગેરેના કહેવાતા સુખો તો દુઃખોના પ્રતિકાર રુપ છે. ભૂખનું દુઃખ પેદા થાય તો ભોજન સુખ આપે, ભોજન ભૂખના દુઃખનો પ્રતિકાર કરે છે, માટે સુખ આપી શકે છે, પણ જેને ભૂખ જ નથી તેને ભોજન સુખ તો ન આપે પણ કદાચ વોમીટ કરાવીને દુઃખી કરે ! આ રીતે દુનિયાના કહેવાતા તમામે તમામ સુખો પૂર્વે પેદા થયેલા કોઇને કોઇ દુઃખના પ્રતિકાર રૂપ છે. પણ સંસારમાં કોઇ સ્વતંત્ર સુખ નથી. જ્યારે મોક્ષમાં સ્વતંત્ર સુખ છે. આત્મિક સુખા છે. આત્મરમણતાનો આનંદ છે. આવો આનંદ મેળવવાની ઇચ્છા કયો ડાહ્યો માણસ ન કરે?
એક રસ્તામાં કાદવ છે, બીજો ચોફખો છે, તો કયા રસ્તે જઇએ? ચોખા રસ્તે જ ને? હાથે કરીને કાદવના રસ્તે જઇને, પગ ખરડીને પછી પગ ધોઇને ચોખા કરવાની વગર ફોગટની મહેનત કયો શાણો માણસ કરે?
મોક્ષમાં સહજ સુખ મળતું હોય તો તેને છોડીને, હાથે કરીને કાદવમાં પગ ખરડવા જેવું ભૂખ-તરસ વગેરેનું દુઃખ પેદા કરીને, પછી પગ ધોવા રુપ ભોજન-પાણીનો ઉપયોગ કરીને સુખી થવાની મહેનત કરનારા કેવા કહેવાય? ના, આપણે તેવા મૂર્ખ શિરોમણી હવે નથી બનવું.
ધર્મારાધના ઘણી કરીએ છીએ, પણ શેના માટે? તે કદાચ વિચાર્યું જ નથી. લક્ષ પહેલાં નક્કી જોઇએ. જો દિશા નક્કી થાય તો તેને અનુકૂળ
તત્વઝરણું
oo.