________________
સંવત ૨૦૫૮ શ્રાવણ વદ : ૧(૧) શુક્રવાર તા. ૨૩-૮-૦૨
મોક્ષમાં પત્ની, પરિવાર, પૈસો, ફ્રીઝ, ટી.વી., ગાડી કાંઇ નથી તો ત્યાં જવાની શી જરુર? મોક્ષ એટલે જ્યાં જન્મ નથી,ખ નથી,ઘડપણ નથી,રોગ નથી, મોત નથી, પાપો નથી, વાસના નથી, તો મોક્ષમાં છે શું? તે તો કહો. તેવું વિચારનારાને પૂછવું કે માંદા પડો ત્યારે ડોકટર પાસે જાઓ છો ને? શેના માટે? નિરોગી બનવા ? આરોગ્ય મેળવવા ?
આરોગ્ય એટલે શું? “પહેલું સુખ તે જાતે નર્યા' કહેવત છે ને? શરીરથી નિરોગી હોવું તે પહેલું સુખ છે. તો નિરોગી કાયાનું સુખ એટલે શું? સમજાવો તો ખરા ! આરોગ્યની વ્યાખ્યા શું ? તમારે નેગેટીવ જવાબ આપવો પડશે. પોઝીટીવ જવાબ નહિ આપી શકો.
આરોગ્ય એટલે મેલેરીયા નહિ, ટાઇફોઇડ નહિ, કેન્સર નહિ, હાઇ-લો બી.પી. નહિ. ટૂંકમાં જે કાયામાં કોઇ રોગ નહિ તે નિરોગી કાયા. આરોગ્યનું સુખ એટલે શરીર સંબંધિત તમામ દુઃખોનો અભાવ. બરોબર ને ? બસ તે જ રીતે માત્ર શરીરના જ નહિ, તમામે તમામ પ્રકારના બધા જ દુઃખોનો અભાવ તે મોક્ષ, ના તેટલું જ નહિ, તે સિવાય પણ મોક્ષનું સુખ છે.
આરોગ્યના સુખથી શારીરિક-માનસિક પ્રસન્નતા આવે, મોક્ષના સુખથી આત્મિક પ્રસન્નતાનો અનુભવ થાય. મોક્ષ એટલે આત્માનું આરોગ્ય.
નાના ભાઇને ટાઇફોઇડ થયો. સૂઇ રહેવાનું. સ્કૂલે નહિ જવાનું. ભણવાનું નહિ. લેશન કરવાનું નહિ. કલાકે કલાકે ફૂટ-જ્યુસ મળે. મમ્મી-પપ્પા ખૂબ કાળજી લે. કોઇ વઢે નહિ. મારે નહિ. કામ કરાવે નહિ. મોટા ભાઇને બધુ જ કરવું પડે; છતાં તેને ખાવાનું સાદુ મળે. બે ભાઇમાં સુખી કોણ? દુઃખી કોણ? નાનાભાઇને બધું મળે છતાં તે સુખી તો નહિ જ કહેવાય. જો તે સુખી હોય તો દવા કેમ કરે? મોટાભાઇને કોઇ વિશેષ સગવડ મળતી નથી છતાં તે સુખીને?
બધું મળે છતાં નાનો ભાઇ દુઃખી કેમ? રોગી છે માટે. તેથી તેણે નિરોગી થવાની મહેનત કરવાની. કશું મળતું નથી છતાં મોટો ભાઇ સુખી કેમ? નિરોગી છે માટે. બસ, આ જ વાત આપણી છે. જે સંસારી છે, તે માંદો છે, રોગી છે. તેને ભૂખ લાગે છે, માટે ભોજનની જરૂર છે. તરસ લાગે માટે પાણી જોઇએ વગેરે. જ્યારે મોક્ષમાં ગયેલો આત્મા નિરોગી છે. તેને ભૂખ લાગતી જ નથી માટે ભોજનની જરૂર નથી. તરસ લાગતી નથી માટે પાણીની જરૂર નથી, વગેરે. જેમ રોગીએ નિરોગી થવું જરૂરી છે તેમ સંસારીએ મોક્ષે જવું જરૂરી છે. જાતજાતની સગવડો ન મળે તો ચ નિરોગી બનવું જ જોઇએ, તેમ સંસારની તત્વઝરણું