________________
'સંવત ૨૦૫૮ શ્રાવણ સુદ : ૧ શુક્રવાર તા. -૦૮-૦૨
આ બ્રહ્માંડમાં એવા પણ અનંતા આત્માઓ છે, કે જેમનામાં મોક્ષે જવાની યોગ્યતા છે, છતાં ય કયારેય મોક્ષે જવાના નથી. અરે ! મોક્ષે જવાની વાત તો દૂર રહો, તેઓ અવ્યવહારરાશીમાંથી નીકળીને વ્યવહારરાશીમાં પણ આવવાના નથી. ગમે તેટલો કાળ ભલેને પસાર થાય, તેઓ એકેન્દ્રિયપણું કે નિગોદપણું પણ નહિ છોડે ! તેઓમાં મોક્ષે જવાની યોગ્યતા છે, માટે તેઓ જાતિથીક્વોલીટીથી ભવ્ય છે; પણ તેમની નિયતિ એવી છે કે, તેઓ કદી અવ્યવહારરાશીમાંથી બહાર જ નહિ નીકળે, તેથી માનવભવ, સંયમ કે મોક્ષ પણ કદી નહિ મેળવે. તેઓ જાતિભવ્ય કહેવાય.
ભવ્ય : ભવિષ્યમાં માતા બનવાની યોગ્યતા ધરાવનારી સ્ત્રી જેવો આ ભવ્ય આત્મા છે. જો તે સ્ત્રીને પુરૂષનો સંયોગ પ્રાપ્ત થાય તો પુત્રની પ્રાપ્તિ પણ થાય તેમ આ ભવ્ય આત્માને, જે માનવભવ-જૈનશાસન-સંયમ જીવન વગેરે સામગ્રીનો સંયોગ થાય તો મોક્ષરૂપી ફળની પ્રાપ્તિ થાય.'
અભવ્ય : વધ્યા સ્ત્રી જેવો આ અભવ્ય આત્મા છે. વધ્યા સ્ત્રીને ગમે તેટલી વાર પુરૂષનો સંયોગ થાય, તો પણ પુત્રની પ્રાપ્તિ તો ન જ થાય. તેમ અભવ્ય આત્માને ગમે તેટલી વાર માનવભવ-સંચમાદિ મળે, તો ય મોક્ષની પ્રાપ્તિ તો ન જ થાય; કારણકે તેનામાં તેની યોગ્યતા જ નથી.
જાતિભવ્ય : માતા બનવાની યોગ્યતાવાળી, બાળબ્રહ્મચારિણી સાધ્વીજી જેવો જાતિભવ્ય આત્મા છે. પુત્રપ્રાપ્તિની યોગ્યતા હોવા છતાંય પુરુષનો સંયોગ ન થવાથી જેમ તેને પુત્ર ન થાય તેમ મોક્ષે જવાની યોગ્યતા હોવા છતાંય જાતિભવ્ય આત્માને માનવભવ-સંયમ વગેરે ન મળવાથી તેનો કદી ય મોક્ષ ન થાય.
ભારેકર્મી ભવ્ય : પુષ્કળ કર્મો બાંધવાના કારણે કર્મોથી ભારે બનેલો આત્મા, જલદી બોધ ન પામે. છતાં કયારેક આ ભારેકર્મી આત્માઓ તે જ ભવમાં-દઢપ્રહારી, ચંદ્રશેખર રાજા વગેરેની જેમ મોક્ષે જાય તેવું પણ બને. તેથી આજે જે પાપી દેખાય, તેની પાપી પ્રવૃત્તિ જોઇને તેને કયારેય ધિક્કારવો નહિ, કદાચ તે ભારેકર્મી ભવ્ય નજીકમાં મોક્ષે જનારો પણ હોઇ શકે. આજનો વાલિયો કાલનો વાલ્મીકી હોઇ શકે. માટે બધા પ્રત્યે આપણા હૃદયમાં સદા સુંદર ભાવ જોઇએ; બધા માટે સારું જ બોલવું. કદી ય કોઇનું ઘસાતું ન બોલવું કે કોઇ પ્રત્યે તિરસ્કાર ન કરવો. - દુર્ભવ્ય : ઘણા ભવો પછી મોક્ષે જનારો આત્મા દુર્ભવ્ય કહેવાય.
તત્વઝરણું
|
૩૮