________________
આસનભવી : આસન્ન એટલે નજીક. નજીકના કાળે મોક્ષે જનારો આસનભવી કહેવાય.
આપણે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનો ભૌતિકવિકાસ કે સમકિતથી સંયમજીવન સુધીનો આધ્યાત્મિક વિકાસ સાધી શકયા તેમાં સિદ્ધ ભગવંતનો ઉપકાર છે. જો નિગોદમાંથી બહાર જ નીકળ્યા ન હોત તો આપણું શું થાત ? જાતિભવ્ય જીવોનો આવો ભૌતિક કે આધ્યાત્મિક, કોઇ વિકાસ થતો નથી.
જૈનશાસનના પાયાના છ સિદ્ધાન્તો : (૧) આત્મા છે (૨) તે પરિણામી નિત્ય (શરીરથી જુદો) છે. (૩) આત્મા કર્મનો કર્તા છે. (૪) આત્મા કર્મનો ભોક્તા છે. (૫) તેનો મોક્ષ છે અને (૬) મોક્ષના ઉપાયો પણ છે. આ છ વાતોમાંથી પહેલી ચાર વાતને કદાચ માને તો ય છેલ્લી બે વાતને તો અભવ્ય આત્મા ન જ માને. અભવ્ય આત્મા મોક્ષની વાતો કરે, મોક્ષને સમજાવે, મોક્ષના ઉપાયો બતાડે પણ પોતે અંતરથી કદી ય મોક્ષને માને નહિ. આજે જેમ તે મોક્ષને નથી માનતો તેમ ભવિષ્યમાં પણ કયારેય તે મોક્ષને માનશે નહિ. ઋદ્ધિ-સમૃદ્ધિ-સ્વર્ગના સુખ વગેરે મેળવવા તે દીક્ષા લે, શરીરની બધી સુખશીલતા ભોગવે, કયારેક સ્વર્ગ માટે ભયાનક કષ્ટો પણ વેઠે, પણ મોક્ષને કદી ય માને નહિ કે ઇચ્છે નહિ.
અભવ્ય આત્માની પરિણતિ અત્યંત નિષ્ફર હોય. તેની આંખમાં કરુણાના-અનુમોદનાના-પશ્ચાત્તાપના આંસુ ન આવે. તે નિર્દય-કઠોર-નઠોર હોય. તેની પરિણતિ કોમળ ન હોય.
વધ્યા કે માતા બનવા પાછળ જેમ તે સ્ત્રીનું શારીરિક બંધારણ કારણ છે તે રીતે ભવ્ય-અભવ્ય આત્માઓમાં પણ તે તે આત્માઓનું તેવું બંધારણ - તેવો સ્વભાવ કારણ છે. અભવ્ય આત્મા કયારેય ભવ્ય ન થાય. ભવ્ય કયારેય અભવ્ય ન થાય.
અભવ્ય આત્માઓ તો ચોથા અનંતા જેટલા છે. પણ તેમાંના સાત અભવ્યો પ્રચલિત છે. (૧) કપિલા (૨) કાલસૌરિક (૩-૪) બે પાલક (પ-૬) બે સાધુઃ વિનયરત્ન તથા અંગારમર્દક આચાર્ય અને (૭) સંગમદેવ. | પરમાત્મા મહાવીર દેવે, નરક તોડવાના ઉપાય બતાવતા, શ્રેણિક રાજાને કહ્યું કે “તારી કપિલાદાસી સાધુને વહોરાવે તો તારી નરક ટળે” સાંભળીને શ્રેણિકે કપિલા ના હાથે સાધુને ગોચરી વહોરાવી. છતાં ભગવાન કહે છે કે, “તેણે નથી વહોરાવ્યું.”
(સગી આંખે જોયેલી અને સગા કાને સાંભળેલી વાતો પણ ખોટી હોઇ શકે
તત્વઝરણું
૩૯