________________
તેણે ક્ષપકશ્રેણી માંડી કહેવાય.
ક્ષપકશ્રેણી તો ક્ષાયિક સમકિતી આત્મા જ માંડી શકે; બીજા નહિ. જે આત્મા આ ઉપશમણી જેમ ઉપશમ સમકિતી માંડી શકે, તેમ સાયિક સમકિતી પણ માંડી શકે. ક્ષાયોપથમિક સમકિતી તો ૪ થી ૦ ગુણઠાણે જ હોય ત્યારપછી તે ઉપશમ સમકિતી કે ક્ષાયિક સમકિતી બને. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી આઠમા ગુણઠાણાથી શરુ થાય, માટે કોઇપણ શ્રેણીમાં ક્ષાયોપથમિક સમકિતી ન હોય.
જે આત્મા મોહનીય કર્મની દર્શન સપ્તક સિવાયની બાકી રહેલી ચારિત્ર મોહનીચની ૨૧ પ્રકૃતિને દબાવતો દબાવતો ઉપશમશ્રેણીમાં આગળ વધે તે ઉપશામક કહેવાય. અને જે આત્મા ક્ષય કરતો કરતો સંપકક્ષેણીમાં આગળ વધે તે ક્ષેપક કહેવાય.
આઠમા ગુણઠાણાનું નામ અપૂર્વકરણ છે. ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણીના તમામ ગુણરથાનકે આત્મા અંતર્મુહૂર્વકાળથી વધારે ન રહે. આઠમા ગુણઠાણે પૂર્વે ન આવેલા હોય તેવા અધ્યવસાયો આત્માને આવે. તેના દ્વારા ઉપશામક ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓને દબાવવાનો અને ક્ષપક ક્ષય કરવાનો પ્રયત્ન કરે.
- પછી નવમા ગુણઠાણે આત્મા પહોંચે. તેનું નામ અનિવૃત્તિકરણ છે. ક્ષપકઆત્મા આ ગુણઠાણે મોહનીયકર્મ ઉપરનો હુમલો વધુ તીક્ષ્ણ બનાવે. પરિણામે સૌ પ્રથમ અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય; આઠ કષાયોને ખતમ કરે. પછી નપુંસકવેદને ખતમ કરે. પછી સ્ત્રીવેદ મોહનીયકર્મનો ક્ષય કરે. પછી હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા; એ છ નોકષાય મોહનીયકર્મોનો નાશ કરે. પછી બાકી રહેલું પુરુષવેદ મોહનીસકર્મ ખપાવીને તે અવેદી બને. હવે તેની સત્તામાં માત્ર ચાર સંજવલનકષાય મોહનીસકર્મો હોય.
ક્ષપક આત્મા હવે બાકી રહેલા આ ચાર સંજવલન કષાયમોહનીયને ખતમ કરવા ઉધમી બને. સૌ પ્રથમ સંજવલનક્રોધ મોહનીયકર્મનો નાશ કરે. પછી સંજવલનમાનને ખતમ કરે, પછી સંજવલનમાયાનો નાશ કરે. માત્ર સંજવલનલોભ મોહનીસકર્મનો નાશ કરવાનો બાકી રહે. આ રીતે મોહનીસકર્મના ૨૮ પેટા કર્મોમાંથી ૨૦ પેટાકર્મોનો ક્ષય થઇ ગયો. સંજવલન લોભ મોહનીયકર્મ પણ ઘણું બધું ખલાસ કરી દે. સૂક્ષ્મ સૂક્ષ્મ બાકી રહે ત્યારે તે ક્ષપક દશમાં ગુણઠાણે પહોંચે.
સંપરાય એટલે કષાય. સૂક્ષ્મલોભ ખતમ કરવાનો બાકી છે, માટે આ
તત્વઝરણું
૧૯૯