________________
'સંવત ૨૦૫૮ આસો વદ - ૫ શનિવાર તા. ૨૬-૧૦-૦૨
સંસારી જીવોને સામાન્યથી ૩-૪ દોષો વધુ સતાવતા હોય છે. જેમાં કામ, ક્રોધ, અહંકાર, આસક્તિનો સમાવેશ થાય. આ બધા દોષોને પેદા કરનાર મોહનીયકર્મ છે. આત્માના વિકાસનો આધાર મોહનીય કર્મનો નાશ છે તો આત્માના પતનનો આધાર મોહનીય કર્મનું બળવાનપણું છે.
૧૧મા ગુણઠાણે મોહનીયકર્મના કોઇ પેટાકર્મો ઉદયમાં ન હોવા છતાં પણ સત્તામાં તો છે જ. તેનો ઉદય તો ખરાબ છે જ, પણ ઉદય ન હોવા છતાં, માત્ર તેનું અસ્તિત્વ પણ ખરાબ છે. મોહનીય કર્મનો નાશ કરીને વિકાસ સાધવાનો હતો, તેના બદલે તેને દબાવી-દબાવીને, શાંત કરીને આગળ વધ્યા. દબાવેલા તે કર્મો તક જોઇને તૂટી પડયા. ઉદયમાં આવીને તેમણે ૧૧મે પહોંચેલા તે આત્માનું પતન કરી દીધું. કોઇને તો ઠેઠ નિગોદ સુધી મોકલી દીધા.
મોહનીયકર્મને દબાવતો દબાવતો આત્મા ઠેઠ ૧૧મા ગુણઠાણા સુધી પહોંચે. જો ત્રણે દર્શન મોહનીય કર્મોનો તેણે નાશ કર્યો હોય તો તે ક્ષાયિક સમકિતી હોય, જો તેણે તે ત્રણ કર્મોને શાંત કર્યા હોય તો તે ઉપશમ સમકિતી હોય. સાયોપથમિક સમકિતી તો ચોથાથી સાતમા ગુણઠાણા સુધી જ હોય. ત્યારપછી તે આત્મા ઉપશમસમકિતી કે ક્ષાયિક સમકિતી બનીને આગળ વધે. ૪ થી ૭ ગુણઠાણા દરમ્યાન આત્મા ક્ષાયિક, ઉપશમ કે ક્ષારોપથમિક સમકિતી હોય.
દ8ા ગુણઠાણાથી સંયમજીવન હોય. ત્યાં સંજવલન કષાયોનો અને નોકષાયોનો પણ ઉદય હોય. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય કે પ્રત્યાખ્યાનીય કષાયોનો ઉદય ન હોય. સાધુજીવનમાં પણ મંદ કક્ષાના (સંજવલન) ક્રોધમાન-માયા-લોભ હોય. મારા ભગવાન, મારા ગુરુ, મારો ધર્મ એવો પ્રશસ્ત રાગ હોય. મળેલા મહાન જૈનશાસનનું ગૌરવ હોય.' શાસન ઉપર આવતા આક્રમણોને ખાળવા ક્યારેક માયા પણ કરવી પડે. શિષ્યોને સાધનામાં જોડવા ક્રોધ પણ કરવો પડે. છતાં સંયમજીવન તો રહે જ. નવમા ગુણઠાણા સુધી નોકષાયો તથા સંજવલન ક્રોધ-માન-માયા હોય. સંજવલન લોભ તો દશમા ગુણઠાણા સુધી હોય. - 0માં ગુણઠાણા પછી આત્મા ધ્યાનની ધારામાં લીન બને તો તે ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડે. મોહનીસકર્મને શાંત પાડતો પાડતો જે આત્મા આગળ વધે, પણ ખતમ ન કરે તેણે ઉપશમશ્રેણી માંડી કહેવાય, પણ જે આત્મા મોહનીય કર્મને દબાવવાના બદલે નાશ પમાડતો પમાડતો આગળ વધે
તત્વઝરણું
૧૯૮