________________
ગુસ્સાના કારણે હનુમાનની આંખો લાલચોળ થઇ હતી, માટે તેને ફૂલો લાલ દેખાયા હતા. બંનેને સંતોષ થઇ ગયો. આપણે આવી સમન્વયદષ્ટિ કેળવવી જરુરી છે. | વેદ અને લિંગ જુદા છે. પુરુષ-સ્ત્રી-નપુંસકને જણાવનારો શરીરનો આકાર લિંગ કહેવાય, તેમાં કારણ તેવું તેવું નામકર્મ છે, પણ વેદમોહનીય કર્મી નહિ. વેદમોહનીય કર્મ તો પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસકવેદની પ્રાપ્તિ કરાવે. તે કામવાસના પેદા કરાવે. વેદ મોહનીયકર્મનો ઉદય નવમા ગુણઠાણા સુધી હોય,
જ્યારે તેવા પ્રકારના લિંગવાળું શરીર તો ત્યારપછી પણ જીવે ત્યાં સુધી હોય. તેના આધારે આપણે ત્યાં પુરુષલિંગ સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ,નપુંસકલિંગ સિદ્ધ જણાવ્યા છે. પુરુષ-સ્ત્રી-નપુંસકલિંગ હોય તો મોક્ષે જઇ શકાય પણ પુરુષવેદ
સ્ત્રીવેદ-નપુંસકવેદનો ઉદય હોય તો મોક્ષે ન જઇ શકાય. તેનો ઉદય બંધ થયા પછી જ મોક્ષ થાય, માટે તે તે લિંગમાં મોક્ષ છે પણ તે તે વેદમાં મોક્ષ નથી.
પુરુષવેદનો ઉદય હોય તો સ્ત્રીની ઇચ્છા થાય, સ્ત્રી સાથે કામસુખ ભોગવવાનું મન થાય. આ વેદોદય ઘાસના અગ્નિ જેવો છે. જલ્દી પ્રગટે અને જલ્દી શાંત થાય. સ્ત્રી સંબંધિત કામવાસના પુરુષવેદીને જાગે જલદી અને જાગ્યા પછી શાંત પણ જલ્દી થાય. સ્ત્રીને પણ જો આ પુરુષવેદનો ઉદય થાય તો તેને સ્ત્રીની ઇચ્છા થાય. તેને સજાતીચમાં કામવાસના જાગે. આ સ્ત્રીવેદનો ઉદય હોય તો પુરુષની ઇચ્છા થાય. એટલે કે પુરુષ સાથે કામસુખ ભોગવવાનું મન થાય. આ વેદોય બકરીની લીંડીથી પેદા થતા અગ્નિ જેવો છે. આ અગ્નિ જલદી પ્રગટે નહિ. અને પ્રગટ્યા પછી જલદી બુઝાય નહિ. તેમ સ્ત્રીવેદીને પુરુષ સંબંધિત કામવાસના જલદી જાગે નહિ. પણ જો જાગી તો જલ્દી શાંત ન પડે. પુરુષને જો આ સ્ત્રીવેદનો ઉદય થાય તો તેને પુરુષની ઇચ્છા થતાં તે સજાતીય કામવાસનાનો ભોગ બને.
પુરુષ અને સ્ત્રી; બંનેની ઇચ્છા કરાવે, બંને સાથે કામસુખો ભોગવવાનું મન કરાવે તે નપુંસકવેદ. આ વેદોદય નગરના દાહ જેવો છે. સતત સળગ્યા જ કરે; જલદી ઓલવાય નહિ. તે રીતે નપુંસકવેદની કામવાસના સતત ભડકે બળતી હોય, તે શાંત ન થાય. ત્રણ પ્રકારના વેદ મોહનીય કર્મો ઉપર કંટ્રોલ મેળવીને આપણે નિર્વિકારી બનવાનું છે. બ્રહ્મચર્યનું પાલન કરવાનું છે. તે માટે નિર્વિકારી પરમાત્માનું સતત ધ્યાન ધરવું.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ - તત્વઝરણું :
૧૯૭