________________
(૧) અધ્યવસાય : કામરાગ, સ્નેહરાગ કે ભયના કારણે ઉપક્રમ લાગતા અકાળે મોત થાય. પતિનું મોત થતાં કામરાગથી પત્નીને આઘાત લાગતા તે મરી જાય. દીકરાને મરેલો માનતા નાગકેતુના પિતાને સ્નેહરાગથી આઘાત લાગતા તે ખરેખર મરી ગયો. ગજસુકુમાલના માથે ખેરના અંગારા મૂક્યા પછી પાછા ફરતાં સોમીલ સસરાને શ્રીકૃષ્ણનો ભય લાગતાં એવો આઘાત લાગ્યો કે તે ત્યાં જ મૃત્યુ પામ્યો. a (૨)નિમિત્ત ઃ ઝેર, સાપનો ડંખ, ધંધામાં નુકશાન થયાનો આઘાત વગેરે નિમિત્તથી અકાળે મોત થઇ શકે. .
(૩)આહાર : વધુ પડતો આહાર લેવાનાં કારણે, પણ અકાળે મોત થાય. સંમતિએ ભિખારીના ભવમાં ખાવા માટે દીક્ષા લઇને અકરાંતીયા બનીને ખાધું. તેમાં અકાળે મોત થયું. બિલકુલ ન ખાવાના કારણે પણ અકાળે મોત થઇ શકે. અનશન કે ભૂખમરાથી વહેલું મોત થાય છે.
(૪)વેદના : રોગ, શૂળ વગેરેની વેદનાના કારણે આયુષ્ય તૂટે, વહેલું મરણ થાય. (૫)પરાઘાત : ફાંસો ખાવો, આપઘાત કરવો, નદીમાં ભૂસકો મારવો વગેરેથી વહેલું મોત થાય. (૬)શત્રઃ તલવાર, બોમ્બમારો, તીર, ચાકુ વગેરે શસ્ત્રોથી વહેલા મરણ આવે. (૮)શ્વાસોશ્વાસ : વધુ પડતા ઝડપી શ્વાસોશ્વાસથી જીવન જલ્દી પૂરું થઇ શકે. I અપવર્તનીય આયુષ્યવાળાને કોઇ ઉપક્રમ લાગે તો તેનું કાળ આયુષ્ય જલદી પૂરું થતાં અકાળે મોત થઇ શકે. તેનું તે આયુષ્ય સોપક્રમ કહેવાય, પણ જો તેને કોઇ ઉપક્રમ લાગે જ નહિ તો આયુષ્ય અપવર્તનીય (ફેરફાર પામે તેવું) હોવા છતાં ય તેમાં ફેરફાર ન થાય. માટે તેને નિરુપક્રમ= ઉપક્રમ વિનાનું આયુષ્ય કહેવાય.
અનાવર્તનીય આયુષ્યમાં તો જરાય ફેરફાર ન થાય. તે જ્યારે પુરું થવાનું હોય ત્યારે દેખીતી રીતે કોઇ ઉપક્રમ આવ્યો જણાય તો તે સોપક્રમ કહેવાય. અને જેમાં કોઇ ઉપક્રમ ન આવે તે નિરુપક્રમ કહેવાય.
સામાન્ય રીતે આપણા બધાનું આયુષ્ય અપવર્તનીય સોપક્રમ હોય. તેથી ગમે ત્યારે મોત આવવાની શક્યતા છે. જો જીવન સમાધિ ભરપૂર જીવ્યા હોઇશું, તો મોતમાં સમાધિ મળવાની તથા પરલોકમાં સદ્ગતિ થવાની શક્યતા પેદા થશે. તે માટે પુણ્ય પ્રકાશનું સ્તવન, સંથારાપોરિસીની કેટલીક ગાથાઓ, વીતરાગ સ્તોત્રના ૧, ૯, ૧૫, ૧૬, ૧૦, ૧૯, ૨૦માં પ્રકાશના શ્લોકો, પંચસૂત્ર, રત્નાકર પચ્ચીસી, આત્મનિંદા બત્રીસી, અમૃતવેલની સજઝાય, અરિહંત તત્વઝરણું
- ૨૨૨