________________
પૂરેપૂરું કાળ આયુષ્ય ભોગવ્યા પહેલાં જ મૃત્યુ પામે. તે આત્મા ઉપર ચોંટેલી કર્મવર્ગણા જે ક્રમશઃ નિયત પ્રમાણમાં છૂટી પડત તો ચોક્કસ ૭૦ વર્ષ લાગત. તેટલો સમય તે જીવત. પણ અકસ્માત વગેરે થતાં, તેના આત્મા ઉપર એવો આઘાત લાગ્યો કે જેના કારણે એકી સાથે બધી આયુષ્યકર્મની રજકણો આત્મા ઉપરથી છૂટી પડી ગઇ. જો બધી છૂટી પડી જાય તો તે તરત મરી જાય; પણ ઘણી છૂટી પડવાં છતાં જો થોડી-ઘણી બાકી રહી જાય તો ત્યારપછી પણ તેટલો કાળ તે જીવે. - ૦૦ વર્ષના કાળ આયુષ્યવાળાને ૫૦ વર્ષે એટેક આવ્યો. ૧૦ વર્ષ ભોગવાય તેટલી કામણ રજકણોનો જથ્થો એકી સાથે ભોગવાઇને દૂર થઇ ગયો. તેથી હવે તે બાકીના ૨૦ના બદલે ૧૦ વર્ષ જીવશે. ૬૦ વર્ષની વયે તે મોત પામશે. પણ બાવનમાં વર્ષે ફરી બીજો એટેક આવ્યો અને પાંચ વર્ષ સુધી ભોગવાય તેટલી કર્મની રજકણો એકી સાથે ભોગવાઇને દૂર થઇ ગઇ, તેથી હવે તે બાકીના ૮ વર્ષના બદલે ૩ વર્ષ જીવીને પપ વર્ષની વયે મરણ પામશે, પણ પ૩મા વર્ષે તેને ત્રીજો એટેક એવો આવ્યો કે જેમાં બાકીની બધી જ કામણ રજકણો એકી સાથે ભોગવાઇને છૂટી પડી ગઇ, તેથી તે તરત પ૩ વર્ષની વયે જ મૃત્યુ પામ્યો. આમ ૭૦ વર્ષનું તેનું કાળઆયુષ્ય હોવા છતાં તે પ૩ વર્ષે મૃત્યુ પામ્યો, પણ બંધાયેલા આયુષ્યકર્મના તમામે તમામ દલિકો તો તેણે ભોગવ્યા જ. તેમાંના કોઇપણ દલિકો ભોગવાયા વિનાના તો બાકી ન જ રહ્યા. આમ, દ્રવ્યઆયુષ્ય તો પૂરેપૂરું ભોગવાયું જ.
આયુષ્યકર્મ બે પ્રકારનું છે (૧) અપવર્તનીય અને (૨)અનાવર્તનીય. અપવર્તનીય એટલે ઘટી શકે તેવું, ફેરફાર થઇ શકે તેવું. અનપવર્તનીય એટલે કદી ન ઘટે, કદી ફેરફાર ન પામે તેવું. બંધાતી વખતે જ જે કર્મના દલિકો ઢીલા ઢીલા શિથીલ ગોઠવાયા હોય, તે અપવર્તનીય પ્રકારનું કહેવાય, તેને જો” ઉપક્રમ લાગે તો તેનો કાળ ઘટી શકે. પણ જો બંધાતી વખતે જેના દલિકો ગાઢ, મજબૂત બંધાયા હોય, તે અનપવર્તનીય હોય. ઉપક્રમ લાગે તો પણ તેનો કાળ ન ઘટે. તેણે દ્રવ્યઆયુષ્ય અને કાળઆયુષ્ય, બંને પૂરેપૂરા ભોગવવા પડે. તીર્થકરો, ચક્રવર્તીઓ, વાસુદેવો, પ્રતિવાસુદેવો, બલદેવો, યુગલિકો, ચરમશરીરીઓ, દેવો, નરકો વગેરેને અનપવર્તનીય આયુષ્ય હોય.
દ્રવ્યઆયુષ્ય પૂરેપૂરું ભોગવવાં છતાં જે કારણે અપવર્તનીય આયુષ્યમાં ફેરફાર થવાથી કાળઆયુષ્ય પૂરેપૂરું ભોગવાતું નથી, તે કારણોને ઉપક્રમાં કહેવાય છે. ઉપક્રમો સાત છે.
તત્વઝરણું
૨૨૧