________________
સંવત ૨૦૫૮ આસો વદ ૧૪ રવિવાર. તા. ૦૩-૧૧-૦૨
આયુષ્યકર્મ ભલે પાંચમા નંબરનું છે, પણ પરલોકનો અને પરમપદનો આધાર તેના ઉપર ઘણો છે. આયુષ્યકર્મ જેવું બંધાય તેવો પરલોક થાય અને જો આવતા ભવનું આયુષ્ય ન બંધાય તો જ ક્ષપકશ્રેણી માંડીને પરમપદ (મોક્ષ) મળી શકે. પણ જ્યાં સુધી મોક્ષે ન પહોંચીએ ત્યાં સુધી પરલોકમાં જવું જ પડશે. તે માટે પરલોકનું આયુષ્ય સારું બંધાય તે જરૂરી છે. પંચાશકગ્રંથમાં જણાવ્યું છે કે, “જત્થ આસત્તિ તત્વ ઉપ્પત્તિ'' જે જીવને જેમાં આસક્િત હોય તેમાં તે આવતા ભવમાં ઉત્પન્ન થાય.
—
fost
જો તે વખતે આયુષ્ય બંધાય તો રૂપિયાની નોટોમાં આસક્ત બનનારો કદાચ રુપીયાની નોટોની થપ્પીમાં ઉધઇ તરીકે પેદા થાય. ખાઉં-ખાઉં કરનારો વિષ્ઠા ખાનારો ભૂંડ બને. આવું ન બને તે માટે આસક્તિ ન કરવી. વસ્તુનો ઉપયોગ કરવો પડે તો ભલે કરવો પણ તેમાં આસિત ન થઇ જાય તેની કાળજી રાખવી. અનશની શ્રાવકને છેલ્લે બોર જોઇને તેમાં આસક્તિ થઇ તો તે મરીને બોર બન્યો. રાણીના લાંબા, લીસાલચક વાળમાં આસક્ત બનેલો રાજા મરીને તે વાળમાં જૂ તરીકે ઉત્પન્ન થયો. આ બધું જાણીને જલ્દી ચેતવા જેવું છે. જે કાર્મણવર્ગણા આયુષ્યકર્મ રુપે બને તે દ્રવ્ય આયુષ્ય કહેવાય. દરેક જીવે આ દ્રવ્યઆયુષ્ય તો પૂરેપૂરું ભોગવવું જ પડે. દ્રવ્ય આયુષ્યકર્મ રુપે ગોઠવાયેલી કાર્મણવર્ગણાને આત્માથી ક્રમશઃ દૂર થતાં જેટલો કાળ લાગે તેને કાળઆયુષ્ય કહેવાય.
સામાયિક કરવાની ઘડી આવે છે, તેમાં એટલી રેતી ભરવામાં આવે છે કે ફીક્ષ માપમાં તે સતત ખાલી થતી જાય તો એક ભાગ ખાલી થતાં ૧ ઘડી-૨૪ મિનિટ થાય પણ તે ઘડીમાં મોટું કાણું પાડવામાં આવે તો ૨૪ મિનિટના બદલે ૪ મિનિટમાં પણ ઘડી ખાલી થઇ જાય ને? છતાં રેતીનો એક પણ કણીયો પડ્યા વિનાનો રહે ખરો? પાન-બીડીના ગલ્લા પાસે લગાડેલી દોરી ક્રમશઃ બળે તો ધારો કે ૧૨ કલાકમાં પૂરી બળે છે, પણ જો તેનું ગૂંચળું વાળીને, ઉપર પેટ્રોલ નાંખીને બાળવામાં આવે તો ૧૦-૧૫ મિનિટમાં પૂરેપૂરી બળી જાય ને? બાર કલાકના બદલે ૧૫ મિનિટમાં તે બળી ગઇ, છતાં તેનો કોઇ તાંતણો બળ્યા વિનાનો રહે ખરો?
તે જ રીતે બંધાયેલા જે દ્રવ્યઆયુષ્યને નિયત માપમાં ક્રમશઃ ભોગવતા ૭૦ વર્ષ લાગવાના હોય તેનું કાળઆયુષ્ય ૦૦ વર્ષનું ગણાય પણ ૦૦ વર્ષ પહેલાં જ કોઇને અકસ્માત થાય, હાર્ટ એટેક વગેરે આવે, આપઘાત કરે તો તે ૭૦ વર્ષનું ૪ ૨૨૦
તત્વઝરણું