________________
ડોક્ટરનું કે ગુરુમહારાજનું ?
પુણ્ય-પ્રકાશનું સ્તવન અંત સમયે જ સંભળાય, એવું નથી. જ્યારે આંખકાન-મોં કામ કરતાં બંધ થઇ જાય ત્યારે સમાધિની સાધના શું થાય? તે તો સારી અવસ્થામાં કરાવી શકાય. સારી અવસ્થામાં વારંવાર પુણ્ય-પ્રકાશ નું સ્તવન સાંભળવા વગેરેથી આત્માને ભાવિત કર્યો હશે, તો અંત સમયે તે સાંભળવું ગમશે. જો અત્યારે કડવા શબ્દો સાંભળવા, કાંટો વાગવો, આંગળી છુંદાઇ જવી વગેરે સામાન્ય પ્રસંગોમાં સમાધિ નથી રહેતી તો જ્યારે મરતી વખતે ભયાનક પીડા-વેદના હશે, ત્યારે સમાધિ શી રીતે રહેશે? - શરીર અને આત્મા એકરસ થઇ ગયા છે. જ્યારે આત્માનો દરેક પ્રદેશ શરીરથી છૂટો પડવાનો પ્રયત્ન કરતો હોય ત્યારે થતી વેદનાની કલ્પના કરતાં ચ ધૂજારી છૂટે છે. તેવા સમયે સમાધિ સચવાઇ રહે તે માટે સમાધિ અંગેના પદો વારંવાર ગાવા જોઇએ. શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરવું જોઇએ. શરીરના દુઃખોને મસ્તીથી સહન કરવાની ટેવ પાડવી જોઇએ. - આપણું જેટલું આયુષ્ય હોય તેટલું બધું ભોગવવું જ પડે? આયુષ્ય પૂરું થયા પહેલાં કોઇ મરે કે ન મરે? કોઇ આપઘાત કરે, ઝેર ખાય, ફાંસો ખાય, ટ્રેનની નીચે આવી જાય છતાં આયુષ્ય પૂરું થયું ન હોય, તો ન જ મરે ને? કે પછી આયુષ્ય પૂરું થયા પહેલાં પણ મરી જાય? આવો સવાલ થાય તે સહજ છે. | આયુષ્ય બે પ્રકારનું છે. દ્રવ્ય આયુષ્ય અને કાળ આયુષ્ય. આત્મા ઉપર ચોંટેલા આયુષ્ય કર્મના પુદ્ગલોને દ્રવ્ય આયુષ્ય કહેવાય. આયુષ્ય કર્મના પુગલોને આત્મા ઉપરથી છૂટા પડતાં જે સમય લાગે તેને કાળ આયુષ્ય કહેવાય. દ્રવ્ય આયુષ્ય તો બધાએ પૂરું કરવું જ પડે છે. દ્રવ્યઆયુષ્ય પૂર્ણ થયા વિના ક્યારે પણ કોઇનું મોત ન થાય. કાળ આયુષ્ય બધાનું પૂર્ણ થાય જ, એવું નહિ. પૂરું થાય પણ ખરું અને ન પણ થાય. કાળ આયુષ્ય પૂરું થયા પહેલાં પણ મોત થઇ શકે. | વૈકી નૈસા
fLJ\\[ti!
आयुष्यक
તત્વઝરણું
is ૨૧૯