________________
હશે? તે ખબર નથી. વળી આયુષ્ય તો આ ભવના મોતની છેલ્લી ક્ષણોમાં પણ બંધાઇ શકે છે. તેથી આવતા ભવનું આપણું આયુષ્ય પ્રાયઃ બંધાયું નહિ હોય તેમ માનીને આપણે જીવવાનું. હવે પછીની ગમે તે પળે પરભવનું આયુષ્ય બંધાઇ શકે
છે, માટે આવનારી પ્રત્યેક પળ ધરિાધનામાં વીતાવવા પ્રયત્ન કરવો. | પરમાત્મા મહાવીરદેવે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે, “સમય ગોયમ
મા પમાયએ'' હે ગૌતમ ! તું એક સમયનો પણ પ્રમાદ ન કરીશ. ના, આ વાત માત્ર ગૌતમને જ નથી કરી, તેમના નામથી આપણને સૌને કરી છે. એક ક્ષણ પણ જો પ્રમાદમાં પસાર થાય તો, તેમાં કેવા ભચાનક કર્મો બંધાઇ જાય! અને જે તે જ વખતે આવતા ભવનું આયુષ્ય બંધાય, તો આવતો ભવ કેવો બગડી જાય ! ના, તે તો ન ચાલે. માટે પ્રમાદ ન થાય તેની કાળજી લેવી જરૂરી છે. | ધરતીકંપ, દુષ્કાળ, પૂર, મારી, મરકીનો ઉપદ્રવ, યુદ્ધ, એકસીડન્ટ વગેરેમાં ઘણા લોકોના એકી સાથે મોત થતાં જોવા મળે છે. તે જ રીતે પ્રભાવના વગેરે ઘણાને એકી સાથે સરખી મળે છે. એકી સાથે સરખું નુકશાન કે લાભ ઘણાને થાય છે. આ બધાનું કારણ સામુદાયિક આરાધના કે સામુદાયિક વિરાધના પણ હોઇ શકે છે. સામૂહિક પાપ કે સામૂહિક પુણ્ય સાથે ઉદયમાં આવી શકે છે. બધા સાથે ટી.વી. જુઓ, સાથે હોટલમાં જાઓ, સાથે પીકનીક કરો, સાથે જાતજાતની અશુભ પ્રવૃત્તિઓ કરો ત્યારે કેવું સામુદાયિક પાપકર્મી બંધાતું હશે ? તે ગંભીરતાથી વિચારવું જોઇએ. તે આ સંસાર અસાર છે, તેનું કારણ તે દુઃખમય, પાપમય, સ્વાર્થમય, રાગાદિ પરિણતિમય છે, તે તો છે જ, પણ તેથી વધુ તો અસાર એટલા માટે છે કે તે અજ્ઞાનમય છે. અજ્ઞાનતાના કારણે રાગાદિમાં ફસાઇએ છીએ. સ્વાર્થો પોષીએ છીએ, પાપો કરીએ છીએ, દુઃખો પામીએ છીએ. નવો ભવ ખોટો મેળવીએ છીએ. હવે જ્ઞાની બનીએ. દુઃખમાં દીન ન બનીએ. સુખમાં લીન ના થઇએ. રાગ-દ્વેષ બંધ કરીએ. જેથી પરભવનું આયુષ્ય ખરાબ ન બંધાય. | છેલ્લી ક્ષણોમાં પેશન્ટને હોસ્પીટલમાં ન રાખવો. ત્યાં તેને કોણ સમાધિ આપે? કોણ આરાધના કરાવે? કોઇ મહાત્માને લઇ જાઓ તો ય નર્સો, ડોક્ટરો વગેરે વધુ સમય આરાધના કરાવવા ન દે. તેના કરતાં ઘરે મોત થાય તે સારું. છેલે સમાધિ મળે તેવી આરાધના-નિયમિણા તો કરાવાય. આવતા ભવનું આયુષ્ય તેવા સમયે બંધાય તો સદ્ગતિ તો થાય. ડોક્ટર આ ભવ બચાવવા પ્રયત્ન કરે જ્યારે ગુરુમહારાજ આવતો ભવ, અરે ભાવિના બધા ભવો બચાવવાના-સુધારવાના પ્રયત્નો કરે. તો બોલો..., હવે કોનું શરણું લેવું? તત્વઝરણું
૨૧૮