________________
પૂર્વે શત્રુંજયની યાત્રા કરતા, કોઇ તપ કરતા, પર્યુષણમાં પ્રવચનાદિ સાંભળતા, માનવતાના કામ કરતા કે ક્ષમા, નમ્રતાના ભાવોમાં કોઇ વ્યક્તિએ સારી ગતિનું આયુષ્ય બાંધ્યું હોય. કુસંગ વગેરેના કારણે તેનો બાકીનો ઘણો કાળ ભયાનક પાપો વગેરેમાં પસાર થયો હોય તેવું બને.
હવે એવો નિયમ છે કે, નવા જે ભવમાં જવાનું હોય તેવો ભાવ છેલ્લે મરતા આવે. દેવ-નરકમાં જવાનું હોય તો ત્યાંની લેગ્યા લેવા કે મૂકવા આવે છે. તેથી જેણે આયુષ્ય બંધાતી વખતે શુભભાવમાં સારું આયુષ્ય બાંધ્યું હોય તેને સારા ભવમાં જવાનું હોવાથી મરતી વખતે સારો ભાવ આવી જાય. સમાધિ મરણ તેને પ્રાપ્ત થાય. | તે જ રીતે જીવનમાં ધર્મી જણાતી વ્યક્તિએ પરભવનું આયુષ્ય બાંધવાના સમયે દીકરા ઉપર ક્રોધ કર્યો હોય, ટી.વી. જોતા વિકારી બન્યો હોય, ક્રૂર કે હિંસક બન્યો હોય કે અન્ય કોઇ પાપમાં લીન હોય તો ખરાબ આયુષ્ય બાંધ્યું હોય; તેથી ખરાબ ભવમાં જવાનું હોવાથી ધર્મી આત્માને મરતી વખતે અસમાધિ-પીડા વગેરે પણ થઇ શકે. આમ આયુષ્ય બંધાવાની પળ ધર્મમય હોવી ખૂબ જરૂરી છે. ગમે તે પળે આયુષ્ય બંધાવાની શક્યતા હોવાથી દરેક ક્ષણ ધર્મમય પસાર કરવી જોઇએ. શ્રીકૃષ્ણ પૂર્વે અશુભ અધ્યવસાયમાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું તો છેલ્લે તેઓ પાણી-પાણીની લેગ્યામાં અસમાધિથી મરણ પામ્યા. શ્રેણિક મહારાજા આવતી ચોવીસીમાં પહેલા ભગવાન બનવાના હોવા છતાં અને આ ભવમાં પરમાત્મા મહાવીરદેવના પરમભક્ત બન્યા હોવા છતાં પૂર્વે તેમણે અશુભભાવનામાં નરકનું આયુષ્ય બાંધ્યું હતું માટે મરતી વખતે છેલ્લે તેઓ સમાધિ ચૂકી ગયા. સમાધિમરણ તેમને ન મળ્યું.
મનમાં સવાલ થાય કે પરભવનું આયુષ્ય બંધાવાની પળે અમે ધર્મ ચૂકી જઇએ, ખરાબ ભાવમાં રહીએ તો નવો ભવ જો ખરાબ મળતો હોય તો બાકીના આખા જીવનમાં અમે કરેલી આરાધનાનું શું? શું તે બધી આરાધના નકામી ગઇ? ના, જીવનમાં કરેલી અમરાધના કયારે પણ નકામી જતી નથી. ચંડકૌશિકના આત્માએ પૂર્વે સાધુજીવનમાં ક્રોધ કરીને પછીનો ભવ ભલે સાપનો મેળવ્યો, પણ સાધુજીવનમાં તેમણે કરેલી આરાધનાના પ્રભાવે પરમાત્મા મહાવીરદેવ પાછલા બારણેથી તેની પાસે સામેથી આવ્યા. માટે ગમે તે પળે, ગમે તે ભાવમાં આયુષ્ય બંધાવાનું હોય, આપણે કોઇ ક્ષણે આરાધના મૂકવી નહિ.
આપણું આવતા ભવનું આયુષ્ય હજુ બંધાયું હશે કે નહિ? તે આપણે જાણતા નથી; કારણ કે આ ભવનું આયુષ્ય ખબર નથી. તેનો ૨/૩ ભાગ ક્યારે
તત્વઝરણું
૨૧