________________
"કયારેક ગાંડો બનાવી દે, તો કયારેક કેવલીપ્રજ્ઞપ્ત ધર્મથી ભ્રષ્ટ કરી દે. આવું ન થવા દેવા અકાળ અને અસજઝાયમાં સ્વાધ્યાય ન કરવો.
આવશ્યક નિર્યુક્તિમાં દૃષ્ટાંત આવે છે. ખ્યાલ ન રહેવાથી સાધુ સૂર્યાસ્ત પછી અકાળમાં સ્વાધ્યાય કરી રહ્યો છે. સમકિતી દેવતાનું ધ્યાન ગયું. કોઇ મિથ્યાત્વી દેવ-દેવી નુકશાન ન કરે તે માટે મહીયારીનું રુપ લઇને છાશ વેચવા
ત્યાં આંટાફેરા કરવા લાગી. સાધુનું ધ્યાન જતાં તે કહે છે, “અરે ! આ કાંઇ છાશ વેચવાનો સમય છે?' તરત તેણે કહ્યું “તો શું? આ કાંઇ સવાધ્યાયનો કાળ છે? અકાળ થઇ ગયો. નુકશાન થશે. માટે ભણવાનું મૂકી દો.” અને સાધુ અટકી ગયા.
દિવસ અને રાત્રિનો પહેલો અને છેલ્લો પ્રહર મળીને કુલ ચાર પ્રહર સ્વાધ્યાય કરવાનો કાળ છે. ત્યારે સ્વાધ્યાય ન કરીએ તો અમને દોષ લાગે. બંને પ્રતિક્રમણમાં વંદિત્તાની જગ્યાએ બોલાતા પગામસઝાય સૂત્રમાં ચાર પ્રહર સ્વાધ્યાય ન કર્યો હોય તો અમે તેની ક્ષમા માંગીએ છીએ. | ભણવાના સમયે ન ભણીએ તો ન ચાલે. ધાર્મિક જ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવો. તેમાં ઉપેક્ષા ન ચાલે. સ્કૂલ-કોલેજનું શિક્ષણ મેળવવા યુશન-લેશન વગેરે માટે કેટલા સિરીયસ છો. તો ધાર્મિક અભ્યાસ માટે સરિયામ ઉપેક્ષા કેમ? જ્યારે અનુકૂળતા મળે ત્યારે સ્વાધ્યાયમાં લીન બનવું જોઇએ. તેનાથી પરિણતિ ઘડાય. વૈરાગ્ય પુષ્ટ થાય. સાચા-ખોટાનો વિવેક આવે. સમતા સધાય. દીકરા-દીકરીઓને અર્થ સહિત છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ કરાવવો. તે પહેલાં તેમના નોકરી-ધંધા કે લગ્ન અંગે વિચારણા ન કરવી. આ તો પાયાનું જ્ઞાન કહેવાય. તેના વિના ન ચાલે.
પંચેન્દ્રિય જીવોના કલેવર, લોહી, ચામડી વગેરે અશુદ્ધિ ૧૦૦ ડગલામાં હોય તો સ્વાધ્યાય ન થાય. વસતિ અશુદ્ધ ગણાય. રાજા વગેરેનું મોત થતાં રાષ્ટ્રિય શોક હોય તો સ્વાધ્યાય ન થાય. ધુમ્મસ તો સંયમઘાતી છે. તેમાં સ્વાધ્યાય તો ન થાય, પડિલેહણાદિ ક્રિયા પણ ન થાય. વિહાર ન થાય. બોલાય નહિ, નવકારવાળી ગણવા આંગળી પણ ન હલાવાય. ન વંચાય, ન લખાય, કામળી. ઓઢીને બેસી જવાનું. મનમાં અનપેક્ષા સ્વાધ્યાય થાય. .
વિહાર કરતા હોઇએ તો સ્કૂલ-મંદિર-ઉપાશ્રય કે છેવટે ઝાડ નીચે પણ કામળી ઓઢીને બેસી જવું પડે. ધુમ્મસ વિખરાય પછી આગળ વિહાર કરાય. શરમ ન રખાય. જે શરમાય તે ધરમ ન કરી શકે. કાચા પાણીનો ગર્ભ અકાળે ફાટવાથી ધુમ્મસ થાય છે. અપકાયની ભયાનક વિરાધના થાય. સંસારમાં તો તત્વઝરણું
are
૧૫૪