________________
સંવત ૨૦૫૮ આસો સુદ
-
૪ બુધવાર. તા. ૯-૧૦-૦૨ જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર એમ પાંચ પ્રકારના આચારો શાસ્ત્રોમાં જણાવ્યા છે. તે આચારો આચરવામાં ન આવે તો પણ કર્મબંધ થાય. વલસાડ,
જ્ઞાનાવરણીય કર્મ ન બાંધવા આઠ પ્રકારના જ્ઞાનાચારનું સેવન કરવું જોઇએ. તેમાં કોઇ અતિચાર ન લાગે તેની કાળજી રાખવી જોઇએ. છતાં કોઇ અતિચાર સેવાઇ જાય તો તેની આલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેવું જોઇએ. (૧)કાળ : દવાનો, જમવાનો, ઓફીસનો જેમ નિયત સમય હોય છે, તેમ જ્ઞાન મેળવવાનો પણ કાળ હોય છે. યોગ્ય કાળે જ્ઞાન ભણાય. અકાળે ન ભણાય. જ્ઞાન ભણવું તે સારી વાત છે, પણ તે અકાળે ભણવું તે દોષરૂપ છે.
લોહી,માંસ વગેરે અશુચિના કારણે અસજઝાય થાય, તેમાં સ્વાધ્યાય કરીએ તો દોષ. સ્વાધ્યાયના કાળમાં સ્વાધ્યાય ન કરીએ તો દોષ. યોગ્ય કાળે ન ભણીએ તો દોષ. અકાળે ભણીએ તો દોષ.
સવાર-સાંજ પ્રતિક્રમણનો તથા મધ્યાહનૢ પૂજાના સમયે અકાળ હોય, તેથી સહજ રીતે અકાળમાં સ્વાધ્યાય અટકી જાય.
૧ પૂર્વ કે તેથી વધારે પૂર્વોના જ્ઞાનીએ રચેલા શાસ્ત્રો કે તેમાંથી ઉદ્ધરેલા ગ્રંથોનો પાઠ અસ્વાધ્યાયમાં કે અકાળમાં ન કરાય.વાચના,પૃચ્છના,પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા,આ પાંચ પ્રકારના સ્વાધ્યાયમાંથી અનુપ્રેક્ષા સ્વાધ્યાય નો ક્યાંય નિષેધ નથી. અકાળ અને અસજઝાયમાં પણ અનુપ્રેક્ષા મનન - ચિંતન રુપ સ્વાધ્યાય તો થઇ શકે છે. બાકીના ચાર પ્રકારના સ્વાધ્યાયનો નિષેધ છે.
=
=
(૧)સૂર્યોદય પહેલાંની ૪૮ મિનિટ (૨)સૂર્યાસ્ત પછીની ૪૮ મિનિટ (૩)પુરિમુઠ્ઠની આગળ-પાછળની ૨૪-૨૪ મિનિટ મળીને ૪૮ મિનિટ અને (૪)મધ્યરાત્રિની આગળ-પાછળની ૨૪-૨૪ મિનિટ મળીને ૪૮ મિનિટ, આ ચાર સંધ્યા કહેવાય છે. ત્રણ રાત્રે આવે. એક દિવસે આવે. આ ચારે સંધ્યા સ્વાધ્યાય માટે અકાળ છે. તેમાં દેવવંદન-પૂજા-પ્રતિક્રમણાદિ થઇ શકે, જાપ કરાય, પણ પૂર્વધર રચિત સૂત્રોના ચાર પ્રકારના સ્વાધ્યાય ન થાય.
ચૈત્રી-આસો ઓળીમાં સુદ પાંચમના પુરિમુż થી વદ બીજના સૂર્યોદય સુધી અસજ્ઝાય ગણાય. અસઝાયમાં કે અકાળે ભણવામાં આવે તો દેવ-દેવી નુકશાન કરે તેવી સંભાવના છે. તેવા સમયે દેવ-દેવીઓ બહાર નીકળ્યા હોય. મંત્રાક્ષરો સાંભળતાં તેમનું ધ્યાન આપણી તરફ ખેંચાય. તેમાં કોઇ મિથ્યાત્વી દેવ-દેવી હોય તો તેને આપણી ઉપર ગુસ્સો આવે. તે આપણને હેરાન કરે.
તત્વઝરણું
- ૧૫૩