________________
પ્રમાણમાં જમા છે.
અશાતા વેદનીય વગેરે પાપકર્મોને ખતમ કરવા જેમ તપ-જપ કરવાના છે તેમ ઉનાળામાં સામેથી આતાપના લેવી, ગરમી સહન કરવી, શિયાળામાં ઓછા વસ્ત્રોથી ચલાવવું. ઠંડી સહન કરવી. ચોમાસામાં એક સ્થાને રહેવું. મુશ્કેલીઓને સામેથી વધાવવી. પ્રતિકૂળતાને પોતાના જીવનનો મંત્ર બનાવવો. તેનાથી પાપકર્મો ખપશે.
અશાતા વેદનીય કર્મના ઉદયે દુઃખની પરિસ્થિતિ પેદા થઇ શકે, પણ તે આત્માને દુઃખી કરે જ, તેવો નિયમ નથી. તે જ રીતે શાતા-વેદનીય કર્મ સુખની સ્થિતિ નિર્માણ કરી શકે પણ તેનાથી આત્મા સુખી બને જ, તેવી કોઇ ગેરંટી નથી. દુઃખની પરિસ્થિતિમાં પ્રસન્ન અને સુખની પરિસ્થિતિમાં ય સંતપ્ત બનાવવાની તાકાત આત્માના સવળા-અવળા પુરુષાર્થમાં કે મોહનીય કર્મની તીવ્ર-મંદતામાં પડેલી છે. તે વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
fi
gig -
शहद लिपटी असिधारा जैसा
HONEY
og
suhe inte
૧૬૮.
તત્વઝરણું