________________
'સંવત ૨૦૫૮ આસો સુદ - ૧૦ મંગળવાર, તા. ૧૫-૧૦-૦૨
આત્માના વિકાસનું ગણિત ચૌદ ગુણસ્થાનકના આધારે છે. આ ચૌદ ગુણસ્થાનકની વ્યવસ્થા મોહનીય કર્મના આધારે ગોઠવાઇ છે. જેમ જેમ મોહનીય કર્મ નબળું પડતું જાય કે નાશ પામતું જાય તેમ તેમ આત્માનો વિકાસ થતો જાય. જેમ જેમ મોહનીય કર્મ મજબૂત થતું જાય તેમ તેમ આત્મા મોક્ષથી દૂર થતો જાય.
ધ્યાનની ધારામાં મોહનીય કર્મ વધારે ઝડપી નાશ પામે કે શાંત પડે. આત્મા જ્યારે ધ્યાનની ધારામાં આગળ વધે ત્યારે તે ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડે. ઉપશમ શ્રેણીમાં મોહનીય કર્મ શાંત પડવાથી દોષો શાંત થાય. ક્ષપકશ્રેણીમાં મોહનીય કર્મનો નાશ થવાથી દોષોનો નાશ થાય.
આપણી બધી સાધના મોક્ષ માટે છે. એટલે ગુણસ્થાનકોમાં ઉપર-ઉપર વધવા માટે છે. તે ત્યારે જ થાય કે જ્યારે મોહનીસકર્મ શાંત પડે કે નાશ પામે. આમ, આપણી સાધના મોહનીયકર્મની સામે હુમલો કરવાની છે. મોક્ષે પહોંચતા અટકાવવાનું કામ આ મોહનીસકર્મ કરે છે. કાર
આપણે આપણી જાતને પૂછવાનું કે સામાયિક તો ઘણા કર્યા, નિંદા કરતા કેટલા અટફયા? ભક્તિ ઘણી કરી, વિકારો કેટલા શાંત પડયા? પ્રતિક્રમણો ઘણા કર્યા, પાપનો ભય કેટલો પેદા થયો? પૂજા ઘણી કરી, ક્રોધ કેટલો શાંત પડ્યો? આયંબિલની ઓળીઓ ઘણી કરી, ખાવાની લાલસા કેટલી ઘટી? આપણી બધી ધર્મારાધના દોષનાશ અને ગુણપ્રાપ્તિ માટે છે. વ્યવહારધર્મો નિશ્વયધર્મને પામવા માટે છે.
સામાયિકથી સમતા આવવી જોઇએ. આયંબિલાદિ તપથી લાલસા ઘટવી જોઇએ. પ્રભુભક્તિથી પ્રસન્નતા પેદા થવી જોઇએ. પ્રતિક્રમણથી પાપભીરુતા પ્રગટવી જોઇએ. પ્રશાન્તવાહિતાનું ઝરણું આત્માની અંદર સતત વહેવું જોઇએ. સંયમજીવન અપ્રમત્તતા, સમતા અને નિર્વિકારિતા પેદા કરનારું બનવું જોઇએ. આપણી તમામ ધર્મક્રિયાઓ આત્માભિમુખ બનવી જોઇએ.
આનંદઘનજી મહારાજે ચૌદમા અનંતનાથ ભગવાનના સ્તવનમાં નિશ્ચયની અપેક્ષા વિનાના વ્યવહારને સંસારરૂપી ફળ આપનારો જણાવ્યો છે. વ્યવહાર ધર્મ જ્યારે નિશ્ચયને સાપેક્ષ બને ત્યારે તે મોક્ષ અપાવી શકે.
માત્ર ભૌતિક સુખ કે સદ્ગતિ આપીને અટકી જાય તેવી ધર્મારાધના હવે આપણી બનાવી ન જોઇએ, પણ નિશ્ચયની સાપેક્ષ બનીને, મોક્ષ અપાવનારી બનવી જોઇએ. તત્વઝરણું
૧૯