________________
પ્રવચનો શી રીતે સંભળાય? તેમના પુસ્તકો શી રીતે વંચાય? જો તેમાં કાંઈ શાસ્ત્ર-વિરુદ્ધ હોય જો તેમના માથે ગુરુ હોય તો તે તેમને સાચી વાત સમજાવે? તેમને ઉન્માર્ગથી સન્માર્ગે લાવી શકે; પણ જે માથે ગુરુને જ ન રાખતો હોય તેની વાતો સો ટકા બરોબર છે, તેવું શી રીતે માની શકાય? ભગવાન તો કહે છે કે, “ જે ગુરુને માને છે, તે મને માને છે. જો તારે મારી સેવા કરવી હોય તો પહેલા તને મળેલા તારા ગુરુની સેવા કર.'' પરમાત્મા પ્રત્યે, ગુરુ પ્રત્યે, ધર્મ પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે વફાદારી રહે ત્યારે સમ્યગ્દર્શન પ્રકાશિત બને.
જેમણે આવતાભવનું આયુષ્ય ન બાંધ્યું હોય તે જ આત્મા ક્ષપકશ્રેણી માંડી શકે, કારણકે ક્ષપકશ્રેણી માંડનારો તે જ ભવમાં મોક્ષે જાય. જેણે આવતા ભવનું આયુષ્ય બાંધ્યું હોય તે અથવા તો માત્ર વૈમાનિકદેવનું જ આયુષ્ય બાંધ્યું હોય તે આત્મા જ ઉપશમશ્રેણી માંડી શકે. ઉપશમશ્રેણી દરમ્યાન જો તેનું મરણ થાય તો મરીને તે વૈમાનિક દેવ જ બને. અનુત્તરવિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. તે સિવાયનો અન્ય ભવ ન હોય.
છ પ્રકારના સંઘયણ છે. તેમાંના માત્ર પહેલા સંઘયણવાળો આત્મા જ ક્ષપકશ્રેણી માંડી શકે. ઉપશમશ્રેણી તો પહેલા ત્રણ સંઘયણવાળો આત્મા માંડી શકે પણ ચોથા-પાંચમા-છઠ્ઠા સંઘયણવાળો કોઈપણ શ્રેણી માંડી ન શકે.
ન
આઠમા અપૂર્વકરણ ગુણઠાણે આત્મા પૂર્વે કદી ન કર્યાં હોય તેવા સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ વગેરે પાંચે ય અપૂર્વઅપૂર્વ કરે છે. અધ્યવસાયની વિશુદ્ધિ વડે આત્મા આ રીતે કર્મોને નબળા અને શાંત પાડવાનું કાર્ય કરે છે. એકી સમયે આ ગુણઠાણે પ્રવેશેલા આત્માના અધ્યવસાયોમાં ફેરફાર હોય છે. ફેરફાર માટે નિવૃત્તિ શબ્દ છે. તેથી આ અપૂર્વકરણ ગુણઠાણાને નિવૃત્તિકરણ પણ કહેવાય છે. જો કોઈ જીવ અહીં મરે તો તે અપેક્ષાએ જઘન્ય કાળ એક સમયનો પણ સંભવી શકે છે.જંબૂસ્વામી સુધી આ ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણી, વીતરાગતા, કેવળજ્ઞાન વગેરે ચાલુ હતા, ત્યારપછી આ બધું બંધ થયું છે.
નવમા ગુણઠાણે એકી સાથે પ્રવેશેલા તમામ આત્માઓના અધ્યવસાયોની વિશુદ્ધિ સરખી હોય છે. તેમાં તફાવત હોતો નથી, માટે નવમા ગુણઠાણાનું નામ અનિવૃત્તિકરણ છે. (નિવૃત્તિ ફેરફાર, તફાવત). વળી આ નવમા ગુણઠાણે ત્રણે વેદ અને લોભ સિવાયના ત્રણે કષાયોને શાંત પડાય છે કે ખતમ કરાય છે, પણ લોભ કષાય બાદર સ્વરૂપે અહીં ઉદયમાં હોય છે. તેથી આ ગુણઠાણું બાદર સંપરાય (સંપરાય એટલે કષાય) તરીકે પણ ઓળખાય છે. અંતર્મુહૂર્તકાળ સુધી આ ગુણઠાણું ટકે છે. આત્માની વિશુદ્ધિ વધારે હોય છે. નવમા
તત્વઝરણું
૬ ૨૦૨