________________
ગુણઠાણાના અંત સુધીમાં મોહનીસકર્મની સંજવલન લોભ સિવાયની ૨૦ પ્રકૃતિઓને શાંત કરીને કે ક્ષય કરીને દશમા ગુણઠાણે પહોંચે. અહીં સૂક્ષ્મ લોભનો ઉદય હોવાથી આ સૂક્ષ્મસંપરાય ગુણઠાણા તરીકે ઓળખાય છે. અહીં આત્મા સૂક્ષ્મ લોભને પણ શાંત કે ક્ષય કરે છે. વધુમાં વધુ અંતર્મુહુર્ત સુધી આ ગુણઠાણું ટકે છે.
મોહનીય કર્મને શાંત કરતો કરતો ઉપશમશ્રેણીમાં આગળ વધેલો આત્મા ૧૧ મા ગુણઠાણે પહોંચે છે. મોહનીસકર્મ ઉપશાંત થયું હોવાથી તે ઉપશાંતમોહ કહેવાય. છદ્મ એટલે ઢાંકણ. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ ત્રણ ધાતકર્મો રુપી છદ્મ હજુ હોવાથી તેને છઘસ્થ કહેવાય. મોહનીસકર્મનો ઉદય ન હોવાથી તેને રાગ ન હોય માટે વીતરાગ કહેવાય. તેથી ૧૧ મા ગુણઠાણાનું નામ ઉપશાન્ત મોહ છદ્મસ્થ વીતરાગ ગુણસ્થાનક છે.
જો ૧૧ મા ગુણઠાણે પહોંચેલો આત્મા આયુષ્યપૂર્ણ થતાં મૃત્યુ પામે તો પૂર્વે બાંધેલા આયુષ્ય પ્રમાણે અનુત્તર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થાય. ત્યાં તેને સીધું ચોથું ગુણઠાણું આવી જાય. પણ જે આત્માનું આ ભવનું આયુષ્ય વધારે હોય તે ૧૧મા ગુણઠાણે અંતર્મુહૂર્તથી વધારે તો ન જ ટકે. જો મોહનીયકર્મનો નાશ કરીને આગળ વધ્યો હોત તો ૧૦ મે થી ૧૨ મે-૧૩ મે-૧૪ મે થઈને મોક્ષે જાત. પણ, મોહનીય કર્મને નાશ કરવાના બદલે શાંત કરવાની ભૂલ કરી. સત્તામાં મોહનીય કર્મને ટકાવી રાખ્યું, પરિણામે સંજવલન લોભનો ઉદય થતાં તે આત્મા ૧૧ મે થી પડીને ૧૦ મે ગણઠાણે જાય. પછી ૯ મે, ૮ મે, ૮ મે થઈને છકે આવે ૬-૭ આવ જા કરીને ફરી ઉપશમશ્રેણી કે ક્ષપકશ્રેણી માંડી શકે. કોઈ ૫ મે કે ૪ થે અટકે. કોઈ ત્યાંથી બીજે થઈને પહેલે ગુણઠાણે પણ જાય. આ તેમનું પતન થયું ગણાય.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
| તારા
૦૦૨