________________
'સંવત ૨૦૫૮ આસો વદ - ૯ બુધવાર તા. ૩૦-૧૦-૦૨
શ્રેણી એટલે ધ્યાનની ધારા. ઉપશમશ્રેણીમાં ૭ થી ૧૧ ગુણઠાણા આવે જયારે ક્ષપકશ્રેણીમાં ૮ થી ૧૦ અને ૧૨ મું ગુણઠાણું આવે. આ ૮ થી ૧૨ ગુણઠાણાને શ્રેણીના ગુણઠાણા કહેવાય. આ દરેક ગુણઠાણાનો ઉત્કૃષ્ટ કાળા એકેક અંતર્મુહૂર્તનો છે. બધા ગુણઠાણાનો ભેગો કાળ પણ એક અંતર્મુહૂર્તથી વધારે ન થાય. અંતર્મુહૂર્તના નાના-મોટા અસંખ્યાતા પ્રકાર હોવાથી કોઈ વિરોધ નથી. ક્ષપકશ્રેણીના દરેક ગુણઠાણાનો જઘન્યકાળ પણ એક અંતર્મુહૂર્ત છે. જ્યારે ઉપશમશ્રેણીમાં જેનું મરણ હોય તેના માટે જઘન્યથી ૧ સમય, બાકીના બધા માટે જઘન્યથી એક અંતર્મુહૂર્તનો કાળ હોય.
નિગોદથી નીકળીને મોક્ષે પહોંચીએ ત્યાં સુધીમાં ક્ષપકશ્નણી તો માત્ર છેલા ભવમાં એક જ વાર માંડવાની હોય. માંડેલી તે સંપકક્ષેણીના અંતે ચારે ઘાતી કર્મોનો નાશ કરીને આત્મા વીતરાગ-સર્વજ્ઞ બને. પછી બાકીના ચાર અઘાતી કર્મોને ખલાસ કરીને મોક્ષે જાય. આમ, ક્ષપકશ્રેણી એક ભવમાં એક જ વાર, અરે ! સમગ્ર સંસારચક્રમાં પણ એક જ વાર માંડી શકાય.
મોહનીય કર્મનો નાશ કરતાં કરતાં આગળ વધવાના બદલે જે આત્મા મોહનીય કર્મને શાંત કરતો કરતો ઉપશમશ્રેણીમાં આગળ વધે, તે આત્મા ૧૧મા ગુણઠાણાથી આગળ ન વધે. જો આયુષ્ય પૂર્ણ થાય તો મરીને અનુત્તર વિમાનમાં ચોથા ગુણઠાણા સાથે જાય. પણ જો વધુ જીવે તો અંતર્મુહૂર્તથી વધારે સમય ૧૧ મા ગુણઠાણે ન રહે. જે ક્રમે ચડ્યો હતો, તે જ ક્રમે તે આત્મા નીચે પડે. દાદર ઉપર ચડ્યા પછી નીચે ઉતરે તો વારાફરતી પગથીયા ઉતરાય, હા ! કોઈ પડી જાય તો સીધો ઠેઠ નીચે આવી જાય. તેમ ૧૧મા ગુણઠાણાનો અંતર્મુહૂર્ત કાળ પૂરો થતાં આત્મા ક્રમશઃ નીચે ઉતરે; પણ જે મૃત્યુ પામે તે સીધો ચોથા ગુણઠાણે દેવલોકમાં પહોંચે. - આ ઉપશમશ્નણી એક ભવમાં બે વાર માંડી શકાય છે અને સમૃગ ભવચક્રમાં ચાર વાર માંડી શકાય છે, પણ તેથી વધારે વાર નહીં. ઉપશમશ્રેણીમાં ઉપશમસમકિત પણ હોઈ શકે છે. ઉપશમશ્રેણી ચાર વાર માંડી શકાતી હોવાથી ઉપશમસમકિત પણ ચાર વાર આવે તથા દરેક આત્મા સૌ પ્રથમવાર તો ઉપશમસમકિત જ પામે, તે ઉમેરતાં સમ્રગ સંસાર ચક્રમાં પાંચવાર ઉપશમા સમકિત આવી શકે. કિ બીજું સાસ્વાદન ગુણસ્થાનક તો ઉપશમ સમકિતની વોમીટ થાય ત્યારે જ આવે પણ તે સિવાય ન આવે. તેથી સારસ્વાદન ગુણસ્થાનક પણ સમગ્ર તત્વઝરણું
૨૦૪