________________
ભવચક્રમાં પાંચ વારથી વધારે વાર આવે નહિ.
૧૧ માં ગુણઠાણે પહોંચેલા વીતરાગ ભગવાન પણ કષાયોનો ઉદય થતાં પછડાટ પામીને નીચે જતાં જતાં ઠેઠ પહેલા મિથ્યાત્વ નામના ગુણઠાણે પણ પહોંચી શકે, પછી નિગોદ સુધીના ભાવોમાં પણ જઈ શકે. ત્યાં અનંતકાળ પસાર કરે, તેવું પણ બની શકે. આ જાણીને આપણે સતત સાવધ રહેવાનું છે. કયા સમયે, કયો કષાય, કયા જીવની હાલત કફોડી કરી દે? તે ન કહેવાય, માટે કોઈપણ કષાય જાગવાની શકયતા થાય તે પહેલાં જ તેને કંટ્રોલમાં લેવાનો પ્રયત્ન કરવો જોઈએ.
ક્ષપકશ્રેણી માંડનારો આત્મા આઠમા અપૂર્વકરણ ગુણઠાણે વિશુદ્ધ અધ્યવસાયો વડે કર્મોના સ્થિતિ-રસ વગેરે તોડવાનું કામ કરે. ભા ગુણઠાણે ૯ નોકષાય અને સંજવલન ત્રણ કષાયોને ખતમ કરીને દશમે ગુણઠાણે પહોંચે. ત્યાં સૂક્ષ્મ લોભને પણ ખતમ કરી સીધો બારમે જાય. મોહનીય કર્મ સંપૂર્ણ નાશ પામ્યું હોવાથી તે ક્ષીણમોહ કહેવાય. જ્ઞાનાવરણીયાદિ ત્રણ કર્મો ખલાસ કરવાના બાકી હોવાથી તે છદ્મસ્થ કહેવાય. રાગ-દ્વેષ ન હોવાથી વીતરાગ કહેવાય.ક્ષીણમોહ છદ્મસ્થ વીતરાગ નામના આ બારમા ગુણઠાણે રહેલો આત્મા જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાયને ખતમ કરીને કેવળજ્ઞાની બને.
જે આત્મા દશમાના અંતે વીતરાગ બને, તે બારમાના અંતે કેવલી પણ બને જ. તેથી સાધના કેવળજ્ઞાન મેળવવા માટે નહિ, પણ વીતરાગ બનવા માટે કરવાની છે. જે વીતરાગ બને તેને ધર્મસત્તા તરફથી અંતર્મુહૂર્તમાં કેવળજ્ઞાનની ભેટ મળે છે. તેથી આપણે જ્ઞાનવરણીયકર્મને ખતમ કરવાની નહિ પણ મોહનીસકર્મને ખતમ કરવાની સાધના કરવાની છે. જે મોહનીયને ખપાવે તેના જ્ઞાનાવરણીય વગેરે ત્રણ ઘાતકર્મો અંતર્મુહૂર્તમાં ખતમ થાય જ. તેને કેવળજ્ઞાન પણ પ્રાપ્ત થાય જ. - ૧૧-૧૨ મા ગુણઠાણે રહેલા આત્માઓ છદ્મસ્થ વીતરાગ કહેવાય. ૬ થી ૯ મા ગુણઠાણે રહેલા સાધુ-સાધ્વી વિરાગી કહેવાય. ૧ થી ૫ મા ગુણઠાણે રહેલા જીવો રાગી છે. સૌએ રાગી મટીને વિરાગી બનીને વીતરાગી બનવાનું છે. વિરાગીના બે અર્થ થાય. (૧) સંસારના જડપદાર્થોમાં રાગ વિનાના અને (૨)દેવ-ગુરુ ધર્મ પ્રત્યે વિશેષ રાગવાળા. આવા વિરાગી થઈને જલદીથી વીતરાગી બનવાનું લક્ષ રાખવું.
કેવળજ્ઞાન પામતાં પહેલા પ્રતિભજ્ઞાન થાય. જેમ સૂર્યોદય પહેલાં હો ફાટે, આછો પ્રકાશ થાય, તે અરૂણોદય થયો કહેવાય. અરૂણોદય થયા પછી ટૂંક સમયમાં સૂર્યોદય થાય. તેમ પ્રાતિજજ્ઞાન થયા પછી તરત કેવળજ્ઞાન થાય.
તત્વઝરણું
૨૦૫