________________
છે. જેમ જેમ જ્ઞાન વધતું જાય તેમ તેમ આચારમાં ચુસ્તતા આવવી જોઇએ. પાપક્રિયાઓ ઘટવી જોઇએ. જીવવિરાધના ટાળવાનો, ઓછી કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. કાચાપાણી, લાઇટ-પંખા વગેરેની અવિરતિ ઘટવી જોઇએ. | આચારઃ પ્રથમો ધર્મઃ | પહેલો ધર્મ જ્ઞાન નહિ, પણ આચાર છે. ક્રિયા પ્રત્યે સચી પેદા થવી જોઇએ. બીજી ક્રિયા કરે, તેના પ્રત્યે આદર જોઇએ. યાદ રહે કે નવપૂર્વનું જ્ઞાન મેળવનાર આત્મા પણ અભવ્ય હોઇ શકે છે. તેનો કદી ય મોક્ષ ન થાય તેવું સંભવી શકે છે, જયારે ક્રિયારૂચીવાળો આત્મા અવશ્ય શુકલપાક્ષિક હોય. ભવ્ય હોય. આવો ક્રિયામાં અત્યંત આનંદ માનનારો શુકૂલપાક્ષિક આત્મા એક પુદગલપરાવર્તકાળથી વધારે સંસારમાં ન જ રહે. તે પહેલાં જ તે મોક્ષે પહોંચી જાય.' | આ વાત જાણ્યા પછી હવે ક્રિયાનો અણગમો દૂર થવો જોઇએ. હદયમાં ક્રિયા પ્રત્યે અહોભાવ પ્રગટવો જોઇએ. જેઓ સામાયિક, પ્રતિક્રમણ-પૌષધાદિ ક્રિયા કરતા હોય તેમના પ્રત્યે બહુમાનભાવ પેદા થવો જોઇએ. કયારે જ તેમની ટીકા-નિંદા ન થઇ જાય તેની કાળજી રાખવી જોઇએ.
મુહપત્તિ પડિલેહણ, વાંદણા, પ્રતિક્રમણ, સામાયિક કરતા આનંદ આવવો જોઇએ. રોજ નવી નવી ક્રિયા, વરસીતપ વગેરે નવા-નવા તપ કરવાના મનોરથો સેવવા જોઇએ.
a ‘વરસીતપ કરનારા ગુસ્સો કરે છે', એમ ન કહેવાય, ‘રોજ ગુસ્સો કરનારો પણ હવે તો વરસીતપ કરીને કમાલ કરી રહ્યો છે', એમ બોલાય. ‘અઢાઇ કરનારો રાત્રિભોજન કરે છે', એમ કહીને અઠ્ઠાઇની નિંદા ન કરાય, પણ “રોજ રાત્રે ખાનારાએ પણ અઢાઇ કરીને કમાલ કરી.” એમ બોલીને તેની અઠ્ઠાઇનું બહુમાન કરાય. ગુસ્સો કે રાત્રિભોજન તો ખરાબ છે જ. તેનો કોઇ બચાવ નથી. પણ ગુસ્સા કે રાત્રિભોજનને કારણે વરસીતપ કે અ8ાઇને કદી ચા ખરાબ કે ન કરવા જેવી ન કહી શકાય. આ
માખીને ઉડાવવા જતાં, રાજાને જ ઉડાવી દે તે કેવો કહેવાય? તેવા ન બનવા, દોષોને આગળ કરીને આરાધનાના-ક્રિયાના યોગોને ઉડાડવાની ભૂલ કદી પણ કરવા જેવી નથી.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
તત્વઝરણું
४१