SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ નારાજ : એક બાજુ અડધો મર્કટબંધ હોય તેવી મજબૂતાઇ. (૫) કીલીકાઃ બે હાડકાના છેડા અડાડીને કીલીકા = ખીલી લગાડીને કરેલી મજબૂતાઇ અને (૬) છેદ-સ્પષ્ટ : જેના બે છેડા માત્ર સ્પર્શેલા હોય તેવી મજબૂતાઇ. જરા હાથ ખેંચો ને ઉતરી જાય. પડો તો તરત ફેકચર થઇ જાય તેવું નબળું સંઘચણ આપણને આ સંઘયણ છે. છેલું હોવાથી છેવટું કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાત પણ કહેવાય. વારંવાર સેવા કરવી પડે તેથી સેવાર્ત પણ કહેવાય. આ છ પ્રકારના સંઘચણને આપનારા તે તે નામના છ સંઘયણ નામકર્મો છે. સંઘયણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય. નારક અને દેવોને ન હોય. છ પ્રકારના સંઘયણ _| | ( ૫ ૬ વ્રજવ8ષભ કાષભનારાજ નારાજ અર્ધનારાચ કિલિકા. છેવટ્ટુ નારાય સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ સંઘયણ - સાત નારકના ૧૪ ભેદ વિચાર્યા. દેવોમાં ભવનપતિના અસુરકુમાર વગેરે ૧૦ અને પરમાધામી-૧૫ મળીને ૨૫ પ્રકાર થયા. ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર અને ૧૦ તિર્યગજંભક મળીને ૨૬ પ્રકારના વ્યંતર થયા. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા, આ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવોના વિમાનો અઢીદ્વીપમાં મેરુપર્વતની આસપાસ ફરે છે, માટે ચર (ચાલતા, ફરતા) કહેવાય. અઢીદ્વીપની બહાર પણ સૂર્ય વગેરેના વિમાનો આવેલા છે, પણ તે સ્થિર એટલે કે અચર છે. આ ચર અને અચર મળીને ૧૦ પ્રકારના જ્યોતિષ્ક દેવો થયા. વૈમાનિકદેવો ૩૮ પ્રકારના તત્વઝરણું ૨૫૪
SR No.008991
Book TitleTattvazarnu
Original Sutra AuthorN/A
AuthorMeghdarshanvijay
PublisherVardhaman Sanskardham Mumbai
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size99 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy