________________
હોય, માટે અંગોપાંગ નામકર્મ ત્રણ પ્રકારના હોય.
મકાનને અનુરુપ મજબૂત-ઢીલું. જાડું-પાતળું, નાનું-મોટું મટીરીયલ મંગાવવુ પડે તેમ અહીં પાંચ પ્રકારના શરીરને અનુરુપ પુગલદ્રવ્યો નક્કી કરવાનું કાર્ય તે તે નામના પાંચ પ્રકારના સંઘાતન નામકર્મ કરે છે.
શરીર બનાવવા માટે જરુરી મટીરીયલ સંઘાતન નામકર્મથી ભેગું થયું. શરીરનામકર્મના પ્રભાવે આત્માએ ગ્રહણ કર્યું. શરીર બનવા લાગ્યું. લોખંડઇંટ-લાકડું વગેરેને જોઇંટ કરવાનું કામ જેમ વેલ્ડીંગ-સીમેન્ટ-ફેવીકોલ-ખીલી વગેરે કરે તેમ શરીરના જુદા જુદા તત્ત્વોને ભેગા કરીને જોઇન્ટ કરવાનું કામ બંધનનામકર્મ કરે છે.
હાથમાં રોટલી હોય તો લોહી ન બને; પણ મોઢામાં જાય, ચવાય, પછી લોહી બનીને શરીર રુપે થાય. જૂના લોહી સાથે તે એકરસ થઇ જાય. આ એકરસ કરવાનું કાર્ય આ બંધન નામકર્મનું છે.
ઇંટને ઇંટ સાથે જોઇંટ કરવી પડે. દરવાજો મૂકવાનો હોય ત્યાં ઘંટને લાકડા સાથે જોઇંટ કરવી પડે. ક્યાંક ઉપરની છત સાથે તો કયાંક લોખંડની ગ્રીલ સાથે જોઇંટ કરવી પડે. દરેક જગ્યાએ જોઇંટ કરવાનું કાર્ય જુદા જુદા દ્રવ્યો કરે, તેમ અહીં પણ દારિક શરીરને કયારેક દારિક પુદગલો સાથે, કયારેક તૈજસ પુદ્ગલો સાથે, ક્યારેક કાર્મણપુગલો સાથે જોઘંટ કરવા પડે. આ
દારિક, વૈક્રિય અને આહારક શરીરને, દારિકથી કામણ સુધીના જુદા જુદા પુગલો સાથે જોઇંટ કરવા જુદા જુદા પંદર પ્રકારના બંધન નામકર્મો છે. - લોખંડ, પથ્થર, સીમેન્ટ, ઇંટ, ચુનો, લાકડું, કાગળ વગેરેના બનેલા મકાનોની મજબૂતામાં ફરક હોય છે, તેમ જુદા જુદા શરીરોની મજબૂતાઇમાં પણ ફરક હોય છે. મજબૂતાઇના આધારે તેના છ વિભાગ કરવામાં આવ્યા છે, તે છ સંઘયણ તરીકે ઓળખાય છે.
સંઘયણ એટલે હાડકાની વિશિષ્ટ રચના દ્વારા પેદા થયેલી શારીરિક મજબૂતાઇ. (૧)વજમઢષભ નારાય સંઘયણઃ વજઃખીલો. કઢષભ= પાટો. નારાચા = મર્કટબંધ. બચ્ચે પોતાની મા વાંદરીને બે હાથે વળગીને જે રીતે રહે તેને મર્કટબંધ = નારાજ કહેવાય. બે હાડકા નારાચ રૂપે ગોઠવાયા પછી ઉપર, હાડકાનો ગઢષભ = પાટો લગાવીને, હાડકાનો વજ = ખીલો ઠોકતા જે મજબૂતાઇ આવે તેને વજ ઋષભ નારાજ સંઘપણ કહેવાય..
(૨)ષભનારાચ = ખીલા સિવાયની ઉપર જણાવેલી મજબૂતાઇ (૩)નારાયઃખીલા અને પાટા સિવાયની માત્ર મર્કટબંધની મજબૂતાઇ. (૪) અર્ધ
તત્વઝરણું
૨૫૩