________________
ત્રણે દર્શનમોહનીયમાં, અરે ! સમગ્ર મોહનીયકર્મના ૨૮ ભેદોમાં, એનાથી આગળ વધીને કહો તો કર્મોના ૧૫૮ પ્રકારોમાં સૌથી ભયાનક મિથ્યાત્વ મોહનીય કર્મ છે. તે માન્યતા ઉપર હુમલો કરીને સાચાને ખોટું, તો ખોટાને સાચું મનાવે છે. આત્મા ઉપર સૌથી વધારે ૦૦ કોડાકોડી સાગરોપમ કાળ સુધી આ એક જ કર્મ ચોંટીને રહી શકે છે. ચારિત્ર મોહનીય કર્મ ૪૦ કોડાકોડી. જ્ઞાના. દર્શના. વેદનીય. અંતરાય કર્મો ૩૦ કોડાકોડી. અને નામ-ગોત્ર કર્મ ૨૦ કોડાકોડી સાગરોપમ સુધી આત્મા ઉપર ચોંટીને રહી શકે છે. આયુષ્યકર્મ તો એક જ ભવમાં, એકવાર માત્ર આવતા ભવનું જ બંધાતું હોવાથી માત્ર ૩૩ સાગરોપમથી વધારે બંધાઇ શકતું નથી, જયારે બાકીના છ કર્મો પ્રત્યેક સમયે બંધાતા હોવાથી, ઘણા -ભવોમાં પોતાનો પરચો બતાડી શક્તા હોવાથી, ઘણી મોટી સ્થિતિના બંધાઇ શકે છે. ' - ક્રોધાદિ દોષોથી મુક્ત બનવા સાક્ષીભાવથી જીવવું જોઇએ. કયાં ય કર્તા, વક્રતા કે શ્રોતાની ભૂમિકા અપનાવવી નથી. સાથે રહેવા છતાં અલિપ્ત રહેવું છે. એટેચમેન્ટ ભલે હોય, ઇન્વોલ્વમેન્ટ ન જોઇએ. સાંભળ્યું છે કે રવીન્દ્રનાથ ટાગોર પોતાની બહેનને પત્ર લખી રહ્યા હતા. તે વખતે ડાબા હાથ ઉપર વીંછી ડંખ મારતો હતો. જમણા હાથે પત્રમાં તેઓ તે વખતે લખી રહ્યા હતા કે, “વીંછી આવે છે. મારા ડાબા હાથ ઉપર બેસે છે. હવે તે ડંખ મારી રહ્યો છે. હાથને પીડા થઇ રહી છે. વગેરે..” જાણે કે હાથને બધું થઇ રહ્યું છે. પોતે તેનાથી અલગ છે. પોતે માત્ર જોઇ રહ્યા છે, અને સાક્ષી હોવાના નાતે તેની રજૂઆત કરી રહ્યા છે! ( આત્મા અને શરીરનું ભેદજ્ઞાન જોઇએ. આત્માનું નામ ન હોય, ચહેરો ન હોય, ફોટો ન હોય. લોકો આપણને અમુક નામ, ચહેરા કે ફોટાથી ઓળખે તે જુદી વાત. હું અને મારું નામ, શરીર, ચહેરો કે ફોટો એક નથી. હું એટલે રમણભાઇ નહિ અને રમણભાઇ એટલે હું નહિ. શરીર વળગેલું હોવા છતાં, શરીર સદા સાથે રહેતું હોવા છતાં હું અને મારું શરીર જુદા છે, તેવી અનુભૂતિ સતત થવી જોઇએ. તેનાથી ક્રોધાદિ થતાં અટકી જશે. આ અનુભૂતિ કરવા બાર ભાવનાનું રોજ ચિંતન કરવું જોઇએ. તેનાથી કર્તુત્વભાવના દૂર થશે. સાક્ષીભાવ પેદા થશે. [ ગૃહસ્થો પ્રતિક્રમણના કાઉસ્સગ્નમાં નાણામસૂત્ર દ્વારા પાંચ આચારના અતિચારોનું ચિંતન કરે ત્યારે અમારે એક ગાથાનું ચિંતન કરવાનું હોય છે. તેમાં બાર ભાવના ન ભાવી હોય, વિપરીત ભાવી હોય તો તે યાદ કરીને ક્ષમા માંગવાની છે. આ કાઉસ્સગ્ન જણાવે છે કે રોજ ૧૨ ભાવનાનું ચિંતન અવશ્ય
તત્વઝરણું
૧૦૧