________________
અવશ્ય કરવું જોઇએ, પણ જેને બાર ભાવનાના નામ પણ ન આવડતા હોય તે તેનું ચિંતન શી રીતે કરશે?
ક્રોધાદિને ખતમ કરવા અન્યત્વ ભાવના ભાવવી. હું અને મારી પત્ની જુદા છે. હું અને મારો દીકરો જુદો છે. હું અને મારું શરીર જુદું છે. આ ભાવના ભાવવાથી મમતા દૂર થાય. ક્રોધાદિ અટકે.
બાજુવાળાનો છોકરો નાપાસ થાય તો તમને કાંઇ થાય? ના. તમારો છોકરો નાપાસ થાય તો તેની ઉપર ગુસ્સો આવે? હા, કેમ? કારણ કે પેલો છોકરો તમારો નથી, આ તમારો છે. તમે તેને પોતાનો માન્યો માટે ગુસ્સો આવ્યો. તમે તેને તમારાથી જુદો માન્યો હોત તો ગુસ્સો ન આવત.
કોઇના ઘરે ગયા. અથાણાની બરણી પડી. ટી ગઇ. તેના માલિકને જેટલું દુઃખ થાય તેટલું તમને થાય? તેને સહાનુભૂતિ બતાડો તે જુદી વાત પણ બાકી કાંઇ લાગે વળગે? ના. કેમ? કારણ કે તમારી બરણી ફૂટી નથી. જો તમારી બરણી પત્નીએ ફોડી હોત તો? ગુસ્સો આવત ને?
જ્યાં અન્યત્વ ભાવ છે, જુદાનો ભાવ છે, પોતાનું નથી તેવો ભાવ છે, ત્યાં મમતા નથી. ક્રોધાદિ થતાં નથી. જ્યાં પોતાનાપણાનો ભાવ છે, ત્યાં ક્રોધાદિ જાગે છે. તે દૂર કરવા અન્યત્વ ભાવના ભાવવી. નમિ રાજર્ષિ બોલ્યા હતા કે મિહિલાએ ડઝમાણિએ, ન મે ડઝઇ કિંચણ ! મિથીલા નગરી બળતી હોય તેમાં મારું કાંઇ બળતું નથી. આ અન્યત્વ ભાવના છે.
मदिरा जैसा
मोहनीय कर्म
તત્વઝરણું
૧૦૨