________________
-બરછી વગેરે શસ્ત્રો વડે રાઇરાઇ જેવા ટુકડા કરીને નીચેના નાળચામાંથી બહાર કાઢે. ચીસ પાડે તો પણ કોઇ ન બચાવે. ભયંકર પીડા હોય. “મારી નાંખો-મારી નાંખો' બૂમ પાડે તો પણ મરી ન શકે. બહાર નીકળેલા શરીરના ટુકડા પાછા અખંડ શરીર રુપે બની જાય. પછી તેને આકાશમાં ઉછાળે. નીચે પડતા તેને ભાલા-બરછી ઉપર ઝીલે. તે વીંધાઇ જાય. લોહીની શેરો ઉડે, માંસના લોચા પડે. વેદના ભયાનક થાય. મરવા માંગે છતાં મરી ન શકે. ઓછામાં ઓછા ૧૦,૦૦૦ વર્ષ તો જીવવું જ પડે. વધતા વધતા ૦મી નરકમાં ૩૩ સાગરોપમનું આયુષ્ય હોય.
પહેલી ત્રણ નારકમાં પરમાધામી દેવો ભયાનક પીડા આપે. પછીની નરકોમાં પરસ્પર પીડા હોય. ક્ષેત્રના કારણે સાતે નરકમાં જે ભયાનક વેદના હોય તે ક્ષેત્રકૃત વેદના કહેવાય.
ખૂબ ભૂખ લાગે. તરસ પણ ભયાનક લાગે. ભયાનક ઠંડી કે ગરમી સહન કરવી પડે. વારંવાર ખંજવાળ આવ્યા કરે. પેટમાં ખૂબ દાહ હોય. આખા શરીરે તાવ હોય. અનેક રોગોથી ઘેરાયેલું શરીર હોય. આવી વેદના અને પીડા વચ્ચે તેણે આયુષ્ય પૂર્ણ કરવું પડે.
વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઇપણ રજૂઆત થઇ હોય તો તેનું અંતઃકરણથી મિચ્છા મિ દુક્કડમ્.
। १रत्न प्रभा परमाधामीका५. धूम
ઝી
45
બ
તત્વઝરણું
૨૪૦