________________
સંવત ૨૦૫૯ કારતક સુદ - ૬ રવિવાર, તા. ૧૦-૧૧-૦૨
ફાસ્ટ સ્પીડે ફેંકાયેલો એક ભાર વજનનો લોખંડનો ગોળો છ મહીનામાં જેટલું અંતર પસાર કરે તે એક રાજ કહેવાય. તેવા ચૌદ રાજલોકમાં જીવો અને પુગલોનું સમગ્ર વિશ્વ આવી જાય છે. આ ચૌદ રાજલોકમય વિશ્વના નીચેના અધોલોકમાં સાત નારકો આવેલી છે. આ સાતે નારક પૃથ્વીઓ સ્થિર છે. ગોળાકાર છે. તેમાંની પહેલી ત્રણ નારકમાં પરમાધામી દેવો નરકના જીવોને ભયાનક ત્રાસ આપે છે.
આપણે જે પૃથ્વી ઉપર રહીએ છીએ તે રત્નપ્રભા નામની પ્રથમ નરકપૃથ્વી છે. તે ૧,૮૦,૦૦૦ ચોજન જડાઇવાળી છે. એક ૨૫ માળના ગોળ મકાનની કલ્પના કરીએ. તે મકાનની એક રાજ લાંબી-પહોળી ગોળાકાર ટેરેસ (અગાસી) માં ભરત-ઐરાવત-મહાવિદેહક્ષેત્ર વગેરે આવેલા છે.
આ મકાન ૧,૮૦,૦૦૦ યોજન ઊંચું છે. નીચે ૧૦૦૦ યોજન જાડી પ્લીન્થ (પાયો) છે. ઉપર ૧૦૦૦ યોજના જાડાઇની છત છે. વચ્ચેના ૧,૦૮,૦૦૦ યોજનમાં ૨૫ માળ છે. ૧, ૩, ૫, ૦.... ૨૩, ૨૫ વગેરે એકી સંખ્યાના ૧૩ માળ ૩૦૦૦-૩૦૦૦ યોજન ઊંચાઇવાળા છે. તેમાં પહેલી નરકના જીવો રહે છે. ૨, ૪, ૬. ૨૨, ૨૪ વગેરે બેકી સંખ્યાના ૧૨ માળ દરેક ૧૧૫૮૩ ૧/૩ યોજના ઊંચાઇવાળા છે. તેમાંનો બીજો અને ચોવીસમો માળ ખાલી છે. બાકીના ૧૦ માળમાં અસુરકુમાર, નાગકુમાર વગેરે ભવનપતિ દેવો રહે છે. તે
પરમાત્મા પાર્શ્વનાથ ભગવાને બળતા સાપને નવકાર સંભળાવ્યો તો તે ધરણેન્દ્ર બન્યો. તે પહેલાં પણ કોઇ ધરણેન્દ્ર હશે. ધરણેન્દ્ર, માણિભદ્ર, પદ્માવતી, ચક્રકેસરી વગેરે નામો શાશ્વતા છે. તેમના સ્થાન નક્કી છે. આત્મા બદલાતો જાય છે. એક આત્મા ધરણેન્દ્ર તરીકેનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાના બાંધેલા કર્મ પ્રમાણેના બીજા ભવમાં ચાલ્યો જાય. તે સ્થાને, તે નામે બીજો કોઇ આત્મા ઉત્પન્ન થાય. કોઇપણ સ્થાન વધુમાં વધુ છ મહિના ખાલી રહે. તેટલા સમયમાં કોઇને કોઇ આત્મા તે દેવ, દેવી કે ઇન્દ્રાદિ રુપે ત્યાં ઉત્પન્ન થઇ જાય. ધરણેન્દ્ર, પદ્માવતી, વગેરે દેવ-દેવીઓ આપણી ઉપર નહિ પણ નીચે રહે છે. દેવો માત્ર ઉદ્ગલોકમાં જ નહિ ત્રણે લોકમાં વસે છે. આ ભવનપતિ દેવો અધોલોકમાં વસે છે.
દેવો ભૌતિકસમૃદ્ધિમાં આપણા કરતાં આગળ હોઇ શકે, પણ આધ્યાત્મિક સમૃદ્ધિમાં તો આપણે તેમના કરતાં પણ આગળ જઇ શકીએ છીએ. તેઓ ચોથા ગુણઠાણાથી વધારે આધ્યાત્મિક વિકાસ તે જ ભવમાં કદી તત્વઝરણું
૨૪૧