________________
સાધી શકે નહિ, જ્યારે આપણે આ કાળમાં પણ ૭મા ગુણઠાણા સુધી વિકાસ સાધી શકીએ છીએ. પૂર્વે તો ચૌદમા ગુણઠાણા સુધી વિકાસ સાધીને ઠેઠ મોક્ષ પહોંચી શકાતું હતું. | સામાન્ય રીતે સમકિતી શ્રાવક કે સાધુ મરીને વૈમાનિક દેવ બને. આપણે સૌ જ વૈમાનિક દેવ બનવાના હોઇએ તો ત્યાં જઇને દેવીઓમાં લપટાઇ ના જઇએ, ભોગસુખમાં લલચાઇ ન જઇએ, આપણું ભાવિ બરબાદ ન થઇ જાય માટેની કાળજી આપણે આજ ભવમાં લેવી જોઇએ.
દેવ બન્યા પછી નંદીશ્વરાદિ દ્વીપમાં પ્રભુભક્તિ પણ કરી શકાય છે. સીમંધરસ્વામી વગેરે ભગવાનની દેશના સાંભળવા પણ જઇ શકાય છે. ભગવાનની સેવામાં ઓછામાં ઓછા એક કરોડ દેવો હાજર હોય છે, તેમાં પણ આપણો નંબર લગાડી શકાય છે. તે માટે આ ભવમાં ભગવાન અને ભગવાનની ભક્તિ ગમાડવી પડશે. આ ભવમાં ગુરુભગવંતોના મુખે પ્રવચનવાણી સાંભળવાનો તીવ્રરસ પેદા કરવો પડશે. સીમંધરસ્વામી ગમાડવા પડશે. તેમની રોજ માળા જપવી. તેમની રોજ અષ્ટપ્રકારી પૂજા વગેરે ભક્તિ કરવી. હૃદયમાં ઊંડે ઊંડે તેમના પ્રત્યેનું આકર્ષણ પેદા કરવું. જેથી દેવલોકમાં દેવ બન્યા પછી ભોગસુખોમાં જીવનને બરબાદ કરવાના બદલે પ્રભુભક્તિમાં લીન બનાવી આબાદ કરી શકાય.
અસુરકુમાર નામના ભવનપતિ દેવોમાંના કેટલાક દેવો વિચિત્ર સ્વભાવવાળા હોય છે. તેમને બીજાને ત્રાસ આપવામાં મજા આવે છે. બીજાના દુઃખો જોઇને સુખી બને છે. બીજાની હેરાનગતિમાં આનંદ અનુભવે છે. આવા દેવો ૧-૩-૫-૭ વગેરે એકી નંબરવા માળમાં જઇને નરકના જીવોને ત્રાસ આપે છે. અરે નીચે બીજી-ત્રીજી નરકમાં પણ જઇને ત્યાંના જીવોને હેરાના પરેશાન કરે છે. પરમ = અત્યંત અધાર્મિક જીવન જીવતા હોવાથી તેઓ પરમાધામી દેવી તરીકે પ્રસિદ્ધિ પામે છે. જુદા જુદા ૧૫ પ્રકારની પીડા આપતા હોવાથી તેઓ પંદર પ્રકારના છે. નરકમાં ઉત્પન્ન થતાં તે તે જીવોના કર્મો અનુસારે તેઓ તે જીવોને ત્રાસ આપે છે. નરકના જીવોને ત્રાસ આપવાનું આ કાર્ય તેમને કોઇએ સોંપ્યું નથી, પણ પોતાના તેવા અટકચાળા તોફાની સ્વભાવના કારણે તેઓ પોતાની રીતે જ નરકના જીવોને ત્રાસ આપે છે. | ભલે નરકમાં ઉત્પન્ન થયેલા જીવોને પાપકર્મોનો ઉદય હોવાથી ત્રાસ સહન કરવાનો હોય, પણ તેમને ત્રાસ આપતાં આ પરમાધામી દેવો પણ બીજાને દુઃખ આપવાના કારણે પાપકર્મ બાંધે. મરીને તેઓ તે કર્મને ભોગવવા
તત્વઝરણું
૨૪૨